Sports

એશિયા કપ પહેલા પાકિસ્તાનને મોટો ફટકો, ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ટૂર્નામેન્ટમાંથી બહાર

એશિયા કપની (Asia Cup) શરૂઆત પહેલા પાકિસ્તાનની (Pakistani) ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર(Fast Bowler) શાહીન આફ્રિદી(Shaheen Afridi) ઈજાના (Injury)કારણે એશિયા કપમાંથી (Asia Cup) બહાર થઈ ગયો છે.શ્રીલંકા સામે ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શાહીનને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. પછી પીસીબીના લેટેસ્ટ સ્કેન રિપોર્ટ અને ત્યાર પછી લેટેસ્ટ સ્કેન રિપોર્ટ બાદ પીસીબીની મેડિકલ એડવાઈઝરી કમિટીએ શાહીન આફ્રિદીને 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.

યુવા પ્રતિમા સાહીન દેશ પ્રત્યે સેવા અને સમર્પણની ભાવના રાખે છે
એશિયા કપ સિવાય શાહીન આફ્રિદી ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં પણ રમી શકશે નહીં. પરંતુ તેનો ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે જે પ્રતિયોગિતામાં તેઓને મેદાન ઉપર જોવાની ઉમીદ જીવંત માનવમાં આવે છે.પીસીબીના ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર નજીબુલ્લાહ સૌમરોએ કહ્યું, ‘મેં શાહીન સાથે વાત કરી હતી અને તેઓ આ સમાચારથી ખૂબ જ પરેશાન છે. પરંતુ તે આટલો બહાદુર યુવક છે કે જેને તેના દેશને સમર્પિત થઇને દેશની સેવા ખાતર જલ્દીથી અને મજબૂતાઈથી પાછા ફરવાની કસમ ખાધી છે.અને તેઓ જયારે રીહૅબમાં હતા ડ્રામાન્યન તેમને તેમની હેલ્થને લઇને પણ ખુબ જલ્દીથી રિકવરી હાસિલ કરી હતી.

વધુમાં ડૉ. નજીબુલ્લાએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, “PCBનો રમતગમત અને વ્યાયામ દવા વિભાગ આગામી સપ્તાહમાં શાહીન સાથે મળીને કામ કરશે જેથી તેઓ સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેમના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરી શકે.શાહીન પોતાનું પુનર્વસન પૂર્ણ કરવા માટે ટીમની સાથે રહેશે. એશિયા કપ માટે શાહીનના સ્થાનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

સ્ટાર ભારત સામે જીતમાં હતો
શાહીન આફ્રિદીએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.શરૂઆતમાં શાહિને રોહિત શર્મા અને કેએલ રાહુલને આઉટ કરીને ભારતીય ટીમને બેવડો ઝટકો આપ્યો હતો. બાદમાં તેણે વિરાટ કોહલીને પણ વોક કરાવ્યો હતો., શાહીન આફ્રિદીના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાન ટીમે તે મેચ 10 વિકેટથી જીતી લીધી હતી.

28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન મેચ
UAEમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે.શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે.ટીમ ઈન્ડિયા 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે

Most Popular

To Top