SURAT

વર્ષોથી દ.ગુ.માં મલાઈદાર પોસ્ટ પર રહેલો ASI મહાદેવ પાંચ લાખની લાંચ લેતા પકડાયો

સુરત : પ્રકાશ માંજરા પછી દક્ષિણ ગુજરાત પોલીસનું વધુ એક માથું સુરત જિલ્લા એસીબી (ACB)ના સકંજામાં આવ્યું છે. તેમાં એએસઆઇ (ASI) મહાદેવ કિશન અને તેના મળતિયા વિપુલને એસીબીએ સાણસામાં લીધા છે. કેમિકલ ચોરી મામલે લાંચ (bribe) લેવા ગયેલા વિપુલ કીમ ચોકડી પાસે આવેલી તેની ઓફિસ પરથી ઝડપાયો હોવાની વાત બજારમાં વહેતી થઇ છે. અલબત આ વાતને કોઇ અધિકૃત સમર્થન મળ્યું નથી.

અમદાવાદ રેન્જ પછી સુરતમાં એસીબીનું આ મોટું ઓપરેશન માનવામાં આવી રહ્યું છે. સુરત રેન્જમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટ પોલીસ ટોળકી સામે સંખ્યાબંધ ફરિયાદો હતી. ત્યારબાદ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) હરકતમાં આવ્યું હતું .પ્રકાશ માંજરા સામે અગાઉ આ રીતે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન પ્રકાશની વિદાય બાદ મહાદેવ જિલ્લામાં મોટું માથું મનાય છે તેને એસીબીએ છટકામાં ઝડપ્યો તો આવતા દિવસમાં ચોક્કસ મોટા માથાઓ આવવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

પાંચ લાખની રકમ (5 LACK BRIBE) માંગવા પરદા પાછળ કયા મોટા માથા છે? તે એસીબીના રડાર પર આવી ગયું છે. દરમિયાન એક સમયે સુરતમાં બદનામ થયેલો જમાદાર હાલમાં પીએસઆઇ છે તેનું નામ પણ ચર્ચામાં છે. આ પીએસઆઇ કોણ છે તેનું સતાવાર નામ ઘોષિત કરાયું નથી. અલબત એસીબીના આ છટકાં પછી સુરત રેન્જ ઓફિસમાં ચોક્કસ ટોળકીનો પગદંડો જોખમમાં આવી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોડી સાંજ સુધી એસીબીએ કોઇ સતાવાર વિગત જણાવી ન હતી. કેમિકલ (CHEMICAL)ના ધંધામાં વાસ્તવમાં લાખ્ખો રૂપિયાની હપ્તાખોરી કારણભૂત માનવામાં આવે છે. તેમાં પોલીસજ આ કેમિકલ ચોરીને પરદા પાછળ પ્રોત્સાહિત કરી રહી હોવાનુ સાબિત થઇ ચૂકયું છે.

વચેટિયો અગાઉ સીઆઇડી ક્રાઇમના હાથે કેમિકલ ચોરીમાં ઝડપાયો હતો

આધારભૂત સૂત્રોના જણાવ્યાં અનુસાર પાંચ લાખની લાંચમાં જે વચેટિયો પકડાયો છે તેની સીઆઇડી (CID) ક્રાઇમની સીઆઇ બ્રાન્ચે થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. જો કે, ત્યારબાદ તે આ વેપલો ક્યાં ક્યાં ચાલી રહ્યો છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની જાણકારી હોવાથી જિલ્લા પોલીસે તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. એટલું જ નહીં છેલ્લા કેટલાંક સમયથી આ લાંચ કેસમાં સંડોવાયેલા પોલીસવાળાઓ જિલ્લામાં ઠેર ઠેર બાયોડિઝલ પંપવાળાઓનો ખેલ પાડી રહ્યાં હતાં. જો આ ટોળકીની વધુ પૂછપરછ કરવામાં આવે તો આ પહેલા કેટલા બાયો ડિઝલ પંપ વાળાને પોલીસના નામે ખંખેર્યા છે તે વિગત બહાર આવે તેમ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top