Science & Technology

પરમાણુ શક્તિથી ચાલતા રોકેટ 3 મહિનામાં મંગળ પર પહોંચી શકે છે, પરંતુ આ છે મોટી સમસ્યા

US સ્પેસ એજન્સી NASA હવે પરમાણુ સંચાલિત રોકેટ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. જો આ પ્રોજેક્ટ સફળ થાય છે, તો પૃથ્વીથી આશરે 23 કરોડ કિલોમીટરના અંતરે આવેલ મંગળગ્રહ પર મનુષ્ય 3 મહિનામાં પહોંચી શકે છે. હાલમાં માનવરહિત રોકેટો મંગળ પર પહોંચવામાં 7 મહિનાનો સમય લે છે. NASA 2035 સુધીમાં માનવોને મંગળ ગ્રહ પર પહોંચાડવાની યોજના ધરાવે છે.

NASAની સૌથી મોટી ચિંતા રોકેટની ગતિ છે. જો મનુષ્ય આટલું અંતર કાપી લે છે, તો ઓક્સિજનનો અભાવ સૌથી મોટી સમસ્યા પેદા કરશે. મંગળ આર્કટિક કરતા ઠંડો છે. આવી સ્થિતિમાં ઓછા ઓક્સિજન સાથે જવું જોખમ ભર્યું છે. તેથી NASAના વૈજ્ઞાનિકો મુસાફરીનો સમય ઘટાડવાનું કામ કરી રહ્યા છે.

યુએસ માં સિએટલ સ્થિત કંપની અલ્ટ્રા સેફ ન્યૂક્લિયર ટેક્નોલોજીસ (usnc -Tech) એ પરમાણુ થર્મલ પ્રોપલ્શન (NTP) એન્જિનો બનાવવા માટે NASAને દરખાસ્ત કરી છે. કંપનીએ પરમાણુ શક્તિવાળા રોકેટની રચના પણ કરી છે. NASAએ 5 થી 9 મહિના સુધીમાં યાત્રા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ NTP એન્જિનની સલામતી અંગે હજી ઘણા પ્રશ્નો છે.

જો કે usnc -Tech તેને સલામત તરીકે વર્ણવે છે. usnc -Techના ડિરેક્ટર માઇકલ ઇડ્સના જણાવ્યા અનુસાર, રોકેટની રચના એવી રીતે કરવામાં આવી છે કે તે એન્જિન અને ક્રૂ વિસ્તારની વચ્ચે હાનિકારક પ્રવાહી એકત્રિત કરશે અને રેડિયો એક્ટિવ કણોને ક્રૂના સંપર્કમાં આવતા અટકાવશે. અને રેડિયેશનની અસર થશે નહીં અને સલામતી જાળવવામાં આવશે.

પરમાણુ રોકેટ એન્જિનનું નિર્માણ એકદમ જટિલ છે
NASA ના સ્પેસ ટેક્નોલજી મિશન ડિરેક્ટોરેટના મુખ્ય ઇજનેર જેફ શેએ CNN ને જણાવ્યું હતું કે પરમાણુ રોકેટ એન્જિનો બનાવવાની તકનીકી જટિલ છે. એન્જિન મેન્યુફેક્ચરિંગમાં મુખ્ય પડકારા પૈકી એક યુરેનિયમ ઇંધણ છે. આ યુરેનિયમ પરમાણુ થર્મલ એન્જિનની અંદર ઉચ્ચ તાપમાન બનાવશે. તે જ સમયે, usnc -Tech નો દાવો છે કે આ સમસ્યાને હલ કરવા માટે, એક બળતણ વિકસાવી શકાય છે જે 2,700 ડિગ્રી કેલ્વિન સુધી તાપમાનમાં કામ કરી શકે છે.

આ બળતણમાં સિલિકોન કાર્બાઇડ શામેલ છે જે ટેંક ના બખ્તરમાં રક્ષણ માટે પણ વપરાય છે. આ એન્જિનમાંથી રેડિયેશનને બહાર આવતા અટકાવશે અને અવકાશયાત્રીઓને સુરક્ષિત રાખશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top