SURAT

ઉદ્યોગના આગેવાનો અને શહેરીજનોના સહકારથી પોલીસે ડ્રગ્સ ઉપર કાબૂ મેળવી લીધો છે : અજય તોમર

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનમાં શહેર પોલીસ કમિશનર (SURAT POLICE COMMISSIONER) અજય તોમરે જણાવ્યું હતું કે, સમૃદ્ધિ વધે ત્યાં ડ્રગ્સ આવે અને યુવા પેઢીને નેસ્તનાબૂદ કરી નાંખે છે. સ્કૂલ, કોલેજ, જિમ્નેશિયમ અને સ્પાના માધ્યમથી ડ્રગ્સ યુવાઓ સુધી પહોંચે છે. યુવાઓ ડ્રગ્સ એડિક્ટ (DRUGS ADDICT) થઇ જાય છે અને તેમાંથી બહાર નીકળવું અઘરું થઇ જાય છે.

યુવા પેઢી ડ્રગ્સ માટે ચોરીના માર્ગે દોરાઇ જાય છે. આખા વિશ્વની આ સમસ્યા છે અને તેનું વરવું સ્વરૂપ મેં પંજાબમાં જોયું છે. તેઓ જ્યારે પંજાબવાળા પાકિસ્તાન બોર્ડર ઉપર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BORDER SECURITY FORCE)ના ઇનચાર્જ આઇજી હતા ત્યારે બે વખત તેઓ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. પંજાબ એક જમાનામાં ફાયનાન્શીયલ, ઇકોનોમિક અને હેલ્થની દૃષ્ટિએ સૌથી વાઇબ્રન્ટ રાજ્ય (VIBRANT STATE) હતું. 50 થી લઇને 80 સુધીના દાયકામાં ભારતની ઓલિમ્પિક ટીમ રમવા માટે જાય તેમાં 50 ટકા ખેલાડી પંજાબના રહેતા હતા. પરંતુ અત્યારે પરિસ્થિતિ તદ્દન બદલાઇ ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં પંજાબનો જે સૌથી શ્રેષ્ઠ ભાગ હતો તે ભારત–પાકિસ્તાનના પાર્ટીશન બાદ પાકિસ્તાનમાં જતો રહ્યો હતો અને હાલમાં તેની હાલત અત્યંત ખરાબ છે.

આની પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ડ્રગ્સ સિન્થેસાઇઝ (DRUGS SYNTHESIS) થાય છે અને ત્યાંથી તેને પાકિસ્તાનમાં ઘુસાડવામાં આવે છે. ભારતમાં જેટલાં ડી–એડિક્ટ સેન્ટરો નહીં હોય એટલાં સેન્ટરો પાકિસ્તાનમાં એકમાત્ર લાહોર શહેરમાં છે. ત્યાંની આખી યુવા પેઢી (YOUNG GENERATION) ડ્રગ્સને કારણે બરબાદ થઇ ગઇ છે. જેની અસર વિશ્વના અન્ય દેશોમાં પણ દેખાઇ રહી છે. ભારતમાં પણ દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને પોલીસ તેને પકડી પાડે છે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા તથા અન્ય હોદ્દેદારોના હસ્તે પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અજય તોમરે ઉદ્યોગ-ધંધાના આગેવાનો તથા શહેરીજનો સમક્ષ પ્રેરણાત્મક સંબોધન (INSPIRATIONAL SPEECH) કર્યું હતું.

છેલ્લા છ મહિનામાં સુરતમાં 47 ટકા ક્રાઇમમાં ઘટાડો નોંધાયો છે: અજય તોમર

અજય તોમરે કહ્યું હતું કે, સુરત પોલીસ ‘નો ડ્રગ્સ ઇન સુરત’ “NO DRUGS IN SURAT” ડ્રાઇવની સાથે આગળ વધી રહી છે. ઉદ્યોગો અને શહેરીજનોના સહકારથી પોલીસે ત્રણથી ચાર મહિનામાં ડ્રગ્સ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. જ્યાં વેપાર અને ઉદ્યોગનો વિકાસ થતો હોય ત્યાં ક્રિમિનલ એક્ટિવિટી (CRIMINAL ACTIVITY) પણ વધે છે. આથી સુરત પોલીસે ‘નો ગેંગ્સ ઇન સુરત’ના લક્ષ્ય સાથે માથાભારે તત્ત્વો સામે લાલ આંખ કરી છે. શહેરમાં સક્રિય ચાર જેટલી ગેંગને પોલીસે જેલમાં પૂરી દીધી છે. જ્યારે 60 થી 65 માથાભારે તત્ત્વોને પાસામાં ધકેલી દેવામાં આવ્યાં છે. કોઇ ગેંગ સુરતમાં સક્રિય નહીં થાય તે બાબતને ધ્યાનમાં લઇને પોલીસ કામ કરી રહી છે. છેલ્લા છ મહિનામાં સુરતમાં 47 ટકા ક્રાઇમમાં ઘટાડો (47 % CRIME RATIO DECREASED) નોંધાયો છે. શહેરીજનો પોતે સુરક્ષિત અનુભવ કરે તે બાબત મહત્ત્વની છે. ઉદ્યોગના આગેવાનો તેમજ શહેરીજનો તરફથી સહકાર મળી રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top