National

આર્ટિલરી રેજિમેન્ટમાં 5 મહિલા અધિકારીઓને પુરૂષની સમકક્ષ પડકારો પૂરા પાડવાની તક આપવામાં આવી

નવી દિલ્હી: દરેક ક્ષેત્રે મહિલાઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. આજે કદાચ એવું એક પણ ક્ષેત્ર ન હશે જેમાં મહિલાઓએ પોતાનું પ્રભુત્વ ન જમાવ્યું છે. રમત ગમતથી (Sports) લઈ સૈન્યમાં ભરતી સુધી તમામ ક્ષેત્રે ભારતીય મહિલાઓ પડકારો ઉભા કર્યા છે. દેશની સેનામાં પણ મોટામાં મોટા પદ અને વિભાગોમાં ભરતી દ્વારા દુશ્મોને સામે મહિલાઓ પડકાર ઉભો કરે છે ત્યારે હવે પ્રથમ વખત, ભારતીય સેનાએ તેની આર્ટિલરી રેજિમેન્ટમાં (Artillery Regiment) પાંચ મહિલા અધિકારીઓને સામેલ કર્યા છે, જેમાંથી ત્રણને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તૈનાત ટુકડીઓમાં તૈનાત કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લેફ્ટનન્ટ મહેક સૈની, લેફ્ટનન્ટ સાક્ષી દુબે, લેફ્ટનન્ટ અદિતિ યાદવ અને લેફ્ટનન્ટ પાયસ મૌદગીલ અને લેફ્ટનન્ટ આકાંક્ષાને ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA)માં સફળતાપૂર્વક તેમની તાલીમ પૂર્ણ કર્યા બાદ રેજિમેન્ટ ઑફ આર્ટિલરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પાંચ મહિલા અધિકારીઓમાંથી ત્રણને ચીન સાથે LACની જવાબદારી સંભાળતા યુનિટમાં પોસ્ટ કરવામાં આવી છે જ્યારે બાકીના બે અધિકારીઓને પાકિસ્તાનની સરહદે ‘પડકારરૂપ સ્થળો’ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ યુવા મહિલા અધિકારીઓને પડકારજનક પરિસ્થિતિઓમાં ઓપરેટિંગ રોકેટ, ફિલ્ડ અને સર્વેલન્સ અને ટાર્ગેટ એક્વિઝિશન (SATA) સિસ્ટમમાં તાલીમ આપવા માટે તમામ મુખ્ય આર્ટિલરી એકમોમાં પોસ્ટ કરવામાં આવી રહી છે.

જાણકારી મળી આવી છે કે લેફ્ટનન્ટને SATA રેજિમેન્ટમાં, લેફ્ટનન્ટ દુબે અને લેફ્ટનન્ટ યાદવને ફિલ્ડ રેજિમેન્ટમાં, લેફ્ટનન્ટ મુદગીલને મિડિયમ રેજિમેન્ટમાં અને લેફ્ટનન્ટ આકાંક્ષાને રોકેટ રેજિમેન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટીએ ખાતે યોજાયેલી પાસિંગ આઉટ પરેડ બાદ 19 પુરૂષ અધિકારીઓને પણ રેજિમેન્ટ ઓફ આર્ટિલરીમાં સામેલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ જાન્યુઆરીમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આર્ટિલરી યુનિટમાં મહિલા અધિકારીઓને સામેલ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં સરકારે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેના કારણે આ પાંચ મહિલાઓને સામેલ કરવામાં આવ્યાં છે.

Most Popular

To Top