Dakshin Gujarat

અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, ભરૂચમાં 24 કલાકમાં 5 લોકો પર હૃદય રોગનો હુમલો

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું (Baby) હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની વાત સામે આવી છે. ચોથા ધોરણમાં ભણતી અંકલેશ્વરની બાળકીને ગેસ્ટ્રોના ઇલાજ માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાઈ હતી. તેણે હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. જોકે બાળકીનું હાર્ટ એટેકના કારણે જ મોત થયું છે તે અંગેની સ્પષ્ટતા તબીબી રિપોર્ટ બાદ જાણી શકાશે. છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં 5 લોકો પર હૃદય રોગનો હુમલો થયો હતો જેમાંથી 4 લોકોએ દમ તોડ્યો હતો.

અમદાવાદ, રાજકોટ, સુરત બાદ હવે ભરૂચ જિલ્લામાંથી પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચમાં 24 કલાકમાં હાર્ટ એટેકના 5 બનાવો સામે આવ્યા છે જેમાં 4ના મોત થયા છે. અંકલેશ્વરમાં 10 વર્ષીય દિયાંશી કાપલેટીયાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની ચર્ચા છે. ઉપરાંત 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. અંકલેશ્વરના નિલેશ પટેલ નામના 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. અંકલેશ્વરના જ સંજુ લાલ નામના 29 વર્ષીય યુવક તેમજ જંબુસરમાં 55 વર્ષીય સુરેશભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે હૃદય રોગના હુમલા બાદ ભરૂચના 55 વર્ષીય ઈસ્માઈલ મતાદાર સારવાર હેઠળ છે.

Most Popular

To Top