Madhya Gujarat

આણંદ વિદ્યાનગર રોડ પર ટ્રાફિક જામની કાયમી સમસ્યા

       આણંદ: આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિક વધતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તથા ટ્રાફિકના કર્મચારીઓની અપૂરતી સંખ્યાના કારણે જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો અવારનવાર કરવો પડે છે.

આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ પ્રમુખ સ્વામી સર્કલ પાસે કેટલાક દિવસોથી સાંજના સમયે ભારે ટ્રાફિક જોવા મળેલ છે. અને આસપાસના વિસ્તારમાં ખૌધરાગલી અને આણંદ વિદ્યાનગર રોડના લીધે પાર્કિંગની અપૂરતી સુવિધા હોવાને કારણે રોડ ઉપર ચક્કાજામ થઇ જાય છે. પરંતુ  ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર પાર્કિંગના ડ્રોઈંગ કરવા છતાંય ટ્રાફિક પોલીસની ઐસી કી તૈસી હોય તેમ અવ્યવસ્થિત પાર્કિંગ થયેલ હોય છે.

 અને પ્રમુખ સ્વામી સર્કલ પાસે નવો રોડ સરદાર પટેલ માર્ગ આવેલ હોવાથી શહેરનો ટ્રાફિક પણ ત્યાં ડાયવર્ટ થાય છે. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. અને ટ્રાફિકની સમસ્યાનો કોઈ ભેદ ઉકેલાતો નથી અને હાલ આવનારી આગામી ચૂંટણીઓના કારણે ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને ઉમેદવારો દ્વારા રેલીયો નીકળતી હોવાથી પણ ટ્રાફિક વધતો હોય છે અને આનું સમાધાન ટ્રાફિક પોલીસ દ્વારા બેકાબુ બને છે.

તો આ ટ્રાફિકનું સોલ્યુશન શું તે પ્રશ્ન જ રહ્યો. આસપાસના લારી-ગલ્લા દુકાનો દ્વારા રોડ ઉપર પાર્કિંગથી પણ ટ્રાફિક વધતો જાય છે તો વિદ્યાનગર આણંદ પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવશે તે હવે જોવાનું જ રહ્યું.

ઉલ્લેખનિય છે કે ટ્રાફિક જામની સમસ્યા હવે રોજની બની ગઇ છે. અને વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. છતા પણ આજ દિન સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે લોકો ભારે પરેશાન થઇ ગયા છે. પરંતુ સમસ્યાનો અંત આવતો નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top