Gujarat

ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર, અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો વધારો

અમદાવાદ: અમૂલ ડેરીએ (Amul Dairy) દૂધના (Milk) ખરીદ ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ ફરી એકવાર ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ડેરીએ પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ખરીદભાવમાં (purchase price) વધારો કર્યો છે. જૂનો ભાવ પ્રતિ કિલો ફેટે રૂપિયા 760 હતો જે વધારી નવો ભાવ રૂપિયા 780 કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી 7 લાખ પશુપાલકોને સીધો લાભ થશે.

અમૂલની જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશી
અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેની જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 760 રૂપિયાને બદલે 20 રૂપિયાનો વધારો કરવામાં 780 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવશે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીએ ગાયના દૂધમાં પણ પ્રતિકીલો ફેટે 5 રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

દૂધ સાગર ડેરી પણ ભાવ વધારો કર્યો હતો
19 ઓક્ટોબરે દૂધ સાગર ડેરીમાં પણ પશુપાલકોને ભેટ આપી હતી. જે ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકો લાભનિવત થયો. ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેનો વિવિધ પ્રોડ્કટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધ સાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય કર્યો હતો. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાને બદલે 21 ઓક્ટોબરથી 10 રૂપિયાનો વધારો કરીને 740 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવ્યો હતો. જે જાહેરાત બાદ પશુપાલકો ખુશી અનુભવી હતી. દૂધ સાગર ડેરીના જે નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થયો છે.

સુર સાગર ડેરીએ કર્યો હતો ખરીદ ભાવમાં વધારો
મહત્વનું છે કે, આ પહેલા સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. ચાલુ મહિને ડેરીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટરોએ આ ભાવ વધારાનો નિર્ણય લીધો હતો. સાથે જ પશુઓના દાણના ભાવમાં રૂ. 25નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top