World

અમેરિકામાં એપલના સ્ટોરમાં કરોડોના માલ ગુમ, મની હેઈસ્ટ જેવી ધટના

નવી દિલ્હી: અમેરિકામાં (America) એક એવી ધટના ધટી છે જે તમને મની હેઈસ્ટ (Money heist) સિરિઝની યાદ અપાવી દેશે. તેમજ આ હદ સુધી કોઈ વિચારી શકે તે સાંભળીને પણ તમને નવાઈ લાગશે. અમેરિકામાં એપલના સ્ટોરમાંથી (Apple Store) મની હેઈસ્ટમાં જે રીતે ચોરીને (Stealing) અંજામ આપવામાં આવે છે તેવી જ રીતે આ ધટનાને પણ અંજામ આપવામાં આવ્યો છે. આ ધટનામાં ચોરોએ 436 આઈફઓનની (I-Phone) ચોરી કરી છે. હોલીવૂડની મૂવી ‘ઓશન્સ ઈલેવન’માંથી ઉપાડી શકાય તેવા એક દશ્ય જેવી જ એક સાહસી ચોરી યુએસમાં એપલ સ્ટોરમાં થઈ છે.

  • ચોરોએ 4.10 કરોડની કિંમત જેટલા 436 આઈફોનની ચોરીને અંજામ આપ્યો
  • બાથરુમની દિવાલમાં કાણું પાડી ટનલ બનાવીને આ ધટનાને અંજામ આપવામાં આવ્યો
  • ચોરોએ ધટનાને અંજામ આપવા એપલના શોરુમની બાજુમાં આવેલી કોફીનો ઉપયોગ કર્યો

જાણકારી મળી આવી છે કે અમેરિકાના સિએટલના એપલના શોરૂમમાં એક મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. તેમજ ચોરોએ આ અંજામ એપલના શોરુમની બાજુમાં આવેલી કોફીમાંથી આપ્યો હતો. ચોરોએ સૌ પ્રથમ એક કોફી શોપમાં પ્રવેશ કર્યો આ પછી તેઓએ શોરુમમાં પ્રવેશ કરવા માટે બાથરુમની દિવાલનો ઉપયોગ કર્યો હતો. ચોરોએ બાથરુમની દિવલમાં બાકારું પાડી આ ધટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ 4.10 કરોડની કિંમત જેટલા 436 આઈફોનની ચોરીને અંજામ આપ્યો હતો. બાથરુમની દિવાલમાં કાણું પાડી ટનલ બનાવીને આ ધટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ધટના બહાર આવતા જ સૌ ચોંકી ગયા હતાં. પ્રાદેશિક રિટેલ મેનેજર એરિક માર્ક્સે ખુલાસો કર્યો કે, ઘટના પછી સવારે તેમને એક કૉલ આવ્યો હતો ત્યાર પછી પોલીસે તપાસ કરી ધટના અંગેની પુષ્ટિ કરી હતી કે, તેની દુકાનનો ઉપયોગ એપલ સ્ટોર સુધી પહોંચવા અને ધટનાને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top