World

અમેરિકા: કોલોરાડોના નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારમાં 5ના મોત 18 ઘાયલ

કોલોરાડો : રવિવારે ભારતીય સમય મુજબ અમેરિકાના (America) કોલોરાડો સ્પ્રિંગ્સ શહેરમાં એક નાઈટ ક્લબમાં (night club) અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હતો. ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. ઘટનાને લઇ કોલોરાડો સ્પ્રિંગ્સ પોલીસ વિભાગના અધિકારીઓનો કાફલો સ્થાળ ઉપર પહોંચ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર શનિવારે મોડી રાત્રે LGBTQ નાઈટક્લબમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય 18 લોકો ઘાયલ થયા હતા. જોકે હજુ પણ આંકડાઓમાં ફેરફાર પણ થઈ શકે છે. કેસની તપાસ ચાલી રહી છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • અંધાધૂંધ ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય 18 લોકો ઘાયલ થયા હતા
  • જોકે હજુ પણ આંકડાઓમાં ફેરફાર પણ થઈ શકે છે

ક્લબમાં ઉપસ્થિત અન્ય કસ્ટમરો ખાર અર્થમાં હીરો સાબિત થયા
પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે, તેઓને રાત્રે 11:57 વાગ્યે ફાયરિંગનો ફોન આવ્યો હતો. જેથી તરત જ પોલીસની ટીમ ક્લબ પહોંચી અને એક વ્યક્તિને શંકાસ્પદ માનીને કસ્ટડીમાં લીધો હતો.ગોળીબારમાં શંકાસ્પદ વ્યક્તિ પણ ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ક્લબના સભ્યોએ તેઓના ફેસબુક પેજ ઉપર કોમેન કરી હતી કે ‘અમારા સમુદાય પર મૂર્ખતાપૂર્ણ હુમલાથી બરબાદી’ અને લખ્યું હતું કે ક્લબમાં ત્વરિત પ્રક્રિયા આપનાર કસ્ટમરોનો અમે આભાર માનિયે છીએ જે ખરા અર્થ માં ‘હીરો’સાબિત થયા.તેઓએ હુમલાખોરેને કાબુમાં લીધા અને આવા ખાતરનનક હુમલાને તુરંત રોકી દીધો હતો.

L.G.B.T.Q ક્લબને ટાર્ગેટ બનાવીને અગાઉ પણ હુમલા થયા છે
જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરિકામાં L.G.B.T.Q ક્લબને ટાર્ગેટ બનાવીને ધૃણાસ્પદ હુમલાઓ થઈ ચૂક્યા છે. 2016 માં, એક બંદૂકધારીએ ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા ઓર્લાન્ડોમાં ગે નાઈટક્લબમાં 49 લોકોની હત્યા કરી હતી. અને આ હુમલામાં 53 લોકો ઘાયલ પણ થયા છે.

Most Popular

To Top