Sports

અમેરિકાએ હવે ક્રિકેટમાં ઝંપલાવ્યું : ભારતીય ટીમના માજી વિકેટકીપર આપશે તેમને તાલિમ

મૂનમિશન, મંગળ મિશન સહિત અનેક મિશનને સફળતાપૂર્વક પાર પાડનાર અમેરિકા (America)એ હવે ક્રિકેટમાં ઝંપલાવ્યું છે અને તેના માટે તેમણે આરંભ્યું છે મિશન ક્રિકેટ (mission cricket).

અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે, તેમના આ મિશન પાછળ મુખ્ય ભૂમિકા ભારતીય ટીમ (Indian team)ના માજી વિકેટકીપર (former wicket keeper)અને પસંદગી સમિતિના માજી ચેરમેન કિરણ મોરે (Kirna more)એ. કિરણ મોરેને અમેરિકાની ક્રિકેટની નેશનલ બોડી દ્વારા અમેરિકાની નેશનલ ક્રિકેટ ટીમને તાલિમ આપવા માટે કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. તે પછી કિરણ મોરેએ અમેરિકામાં રહીને લાંબો સમય સુધી અમેરિકનોને ક્રિકેટની તાલિમ આપી હતી. તે સાથે ક્રિકેટ વિશ્વમાં કેવી રીતે પદાર્પણ કરવું તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. કિરણ મોરેએ એક ખાસ મુલાકાતમાં આ વાત જણાવી હતી.

ક્રિકેટ વિશ્વમાં છવાઈ જવાની યોજના સાથે અમેરિકામાં માઈનર ટી-20 લીગ રમાડવામાં આવશે. આ લીગ દ્વારા તેઓ ક્રિકેટમાં ઝંપલાવશે. તા. 31 જુલાઈથી માઈનર ટી-20 લીગની શરૂઆત થશે. આ લીગ કુલ છ સપ્તાહ સુધી ચાલશે. લીગમાં ભાગ લેવા માટે અમેરિકાના 42 સ્ટેટમાંથી 27 ફ્રેન્ચાઈઝી જોડાઈ છે. વિશ્વમાં ક્રિકેટ રમતા મોટાભાગના દેશોને આ લીગમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. વિશ્વભરના ફર્સ્ટકલાસ ક્રિકેટ રમતા ખેલાડીઓને ઉદ્દેશીને લીગમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયા છે. આ લખાય છે ત્યાં સુધીમાં વિશ્વના પ્રથમ કક્ષાની ક્રિકેટ રમતા 100થી વધુ ક્રિકેટરોએ તેમના નામ લીગના આયોજક પાસે રજિસ્ટર કરાવી દીધા છે. રસપ્રદ વાત તો એ છે કે, કેટલાક એવા ક્રિકેટરો પણ છે કે, જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમેલ ખેલાડીઓ પણ છે. ન્યુઝીલેન્ડના જાણીતા ક્રિકેટર કોરી એન્ડરસને પણ તેમાં નામ નોંધાવ્યું છે. છેલ્લી માહિતી મુજબ આ લીગમાં કુલ મળીને 450 ખેલાડીઓ પોતાના નામ રજિસ્ટર કરાવી ચૂકયા છે.

ઉલ્લેખ કરવો રહયો કે, અમેરિકામાં અંડર-21, અંડર-19 અને અંડર-27ની મેચો રમાય છે. આવા ગ્રુપમાંથી 54 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. અમેરિકાના આ ક્રિકેટ મિશનમાં ભારતીય ક્રિકેટરો પણ જોડાયા છે. લીગમાં ભારતના વીસ ખેલાડીઓએ તેમના નામ રજિસ્ટર કરાવી દીધા છે. જેમાં સૌથી મોટુ નામ રાજસ્થાન માટે રમેલ મૂળ ગુજરાતી ક્રિકેટર એવા સિધ્ધાર્થ ત્રિવેદી છે. સિધ્ધાર્થ ત્રિવેદી આઈપીએલની 7-6 મેચો રમી ચૂકયો છે. તે ફાસ્ટ બોલર છે. રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમતા તેણે કુ 65 વિકેટો પણ લીધી છે. તે સેન્ટ લુસિયા નામની અમેરિકન ટીમ તરફથી રમશે. તે ઉપરાંત બીજા મોટા નામમાં દિલ્હી રણજી ટીમના ઉપસુકાની રહી ચૂકેલ િમલિન્દકુમાર છે તે અમેિરકાની ડેલ્ફિયન્સ ટીમ તરફથી રમશે. આ િસવાય પણ ઘણા બધા જાણીતા નામો છે કે જે એ અમેરિકાની માઈનર લીગમાં રમશે.

હાઈ લાઈફ સ્ટાઈલવાળા અમેરિકનો માટે હાઈફાઈ વ્યવસ્થા
અમેરિકામાં તેમની હાઈલાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. આયોજકોએ માઈનર ટી-20 લીગની મેચો રમાડવા માટે હાઈફાઈ વ્યવસ્થા કરી છે. અમેરિકામાં ઘણા મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સ્ટેડિયમ અને સ્પોર્ટસ એરેના છે. ત્યાં લીગની મેચો રમાશે. દર્શકો તેમની કાર લઈને કારમાં બેસીને જ મેચો જોઈ શકશે. ઉપરાંત ફાઈવસ્ટાર હોટલની જેમ ટેબલ-ખુરશી પર બેસીને સ્નેકસ લેતા હશે અને મેચ નિહાળી શકશે.

Most Popular

To Top