Charchapatra

મર્યા પછી સૌ ‘શબ’ જ

હમણા હું એક દિવસ ટિફીન લઇ ઘરે પાછો આવ્યો ત્યારે ઘર પાસે શબવાહિની ઉભી હતી. જાણવા મળ્યું કે કોઇ મોટા હીરાના વેપારીનું અવસાન થયું હતું. મને વિચાર આવ્યો ભલેને મૃતદેહને લઇ જતું વહાન, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, એન્જીનીયર, ડોકટર, વકીલ કે એકટર કે ક્રિકેટરના મૃતદેહને લઇ જતું હોય અને વહાનને શબવાહિની જ કહેવાય, એને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, એન્જીનીયર, ડોકટર, વકીલ કે એકટર કે ક્રિકેટર વાહિની કદી ન કહી શકાય. ટુંકમાં વ્યકિત ગમ્મે એટલી મોટી કેમ ન હોય અંતે તો મૃત્યુ પામી શબ જ બને છે.

માટે જ આપણે ગમ્મે એટલા મોટા પદ પર હોઇએ ગમ્મે એટલા ધનવાન હોઇએ, કદી પણ અભિમાન ન કરવું પણ આપણી પાસે જે વિશિષ્ટતા હોય એનો અન્યના કલ્યાણ માટે ઉપયોગ કરવો જોઇએ.

સુરત     – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ– આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top