Entertainment

આલિયા ભટ્ટે લગ્નનાં બે જ મહિનામાં આપી ગુડ ન્યુઝ, ફોટો શેર કરી લખ્યું….

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor) માતા-પિતા(parents) બનવા જઈ રહ્યા છે. તેઓએ પોતાના સોશિયલ મીડિયા(social media)ના એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને ખુશ ખબર આપી છે કે આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ(Pregnant) છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે આ વર્ષે જ એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા અને લગ્નનાં બે જ મહિનામાં તેઓએ આ ગુડ ન્યુઝ આપી છે. લાંબા પ્રેમ સંબંધ બાદ આ વર્ષે એપ્રિલમાં બંનેએ લગ્ન કર્યા હતા. ત્યારબાદ હવે તેઓ પતિ-પત્નીમાંથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નન્સીના સમાચાર પોતાના ફેન્સ સાથે શેર કર્યા છે. આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર હોસ્પિટલની એક તસવીર શેર કરી છે.

‘અમારું બાળક… જલ્દી આવી રહ્યું છે.’
આલિયાએ શેર કરેલા ફોટામાં તે હોસ્પિટલના બેડ પર સૂતી વખતે હસતી દેખાઈ રહી છે જ્યારે રણબીર તેની બાજુમાં બેઠો છે. બંને સ્ક્રીન પર થઈ રહેલી સોનોગ્રાફી જોઈ રહ્યા છે. તેણે સ્ક્રીન પર હાર્ટ ઇમોજી મૂક્યું છે. આ ફોટો શેર કરતા આલિયાએ લખ્યું, ‘અમારું બાળક… જલ્દી આવી રહ્યું છે.’ આ સાથે આલિયાએ બીજી એક તસવીર શેર કરી છે જેમાં સિંહ અને સિંહણ તેમના બાળક સાથે જોવા મળી રહ્યા છે.

બહેન રિદ્ધિમા કપૂરે અભિનંદન પાઠવ્યા
આલિયા ભટ્ટે આ ખુશખબર આપતાની સાથે જ ફેન્સ અને સેલેબ્સ તેને અભિનંદન આપવા લાગ્યા. આલિયાની ભાભી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે ઘણા હૃદય અને ચુંબન ઇમોજીસ બનાવ્યાં હતા અને અભિનંદન આપ્યા હતા. તેમજ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર સાથે જોવા મળેલી અભિનેત્રી મૌની રોયે પણ કમેન્ટ કરી લખ્યું, ‘ઓમ નમઃ શિવાય, ખૂબ જ ખુશ.’ આ ઉપરાંત તેમની આ પોસ્ટ પર બોલીવુડના અનેક કલાકારોએ આલિયા તેમજ રણબીરને અભિનંદન આપી રહ્યા છે.

આલિયા ભટ્ટની માતાએ દીકરી આ રીતે શુભકામનાઓ આપી
આલિયા ભટ્ટની પ્રેગનેન્સીની ન્યુઝ સાંભળીને માતા સોની રાઝદાને ખુબ જ ખુશ છે. તેઓએ ફોટો શેર કરીને દીકરી આલિયાને અભિનંદન પાઠવ્યા છે. તેઓએ ફોટામાં આ ન્યુઝ બેસ્ટ ન્યુઝ છે તેવું લખ્યું હતું.

Most Popular

To Top