Entertainment

ડેટિંગની અફ્વાઓ વચ્ચે ફરી સાથે જોવા મળ્યા મળ્યા આદિત્ય અને અન્નયા

મુંબઈ: રણબીર-આલિયા, કેટરિના- વિકી પછી બોલિલૂડમાં હાલ અનન્યા પાંડે (Ananya Pandey) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) વિશે અટકળો ચાલી રહી છે. તેમના ડેટિંગના (Dating) સમાચાર દરેક જગ્યાએ છે. થોડાં સમય પહેલા આ કપલની તસવીરો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ હતી. હાલમાં જ બંને પોર્ટુગલમાં વેકેશન (Vacation) એન્જોય કર્યા પછી ભારત પરત ફર્યા છે. વેકેશન દરમિયાનની પણ તેઓની તસવીરો વાયરલ થઈ હતી. આ ઉપરાંત અન્ય એક ફોટો પણ તેઓના વાયરલ થતાં હતા જેમાં તેઓ એકબીજાને જોઈ છે. ભારત પરત ફર્યા બાદ હવે બંને ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. જેનાં કારણે હવે આ કપલ ડેટ કરી રહ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

શનિવારે મોડી રાત્રે આ કપલની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં બંને એક કારમાં સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. આદિત્ય રોય કપૂર ડ્રાઇવિંગ સીટ પર જ્યારે અનન્યા પાંડે તેની બાજુમાં બેઠેલી જોવા મળે છે. બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. કેમેરાને જોતાં જ અનન્યા બ્લશ કરી રહી હતી અને હાથ વડે પોતાનો ચહેરો છુપાવી રહી હતી.

આ તસવીરો જોયા બાદ ઘણા ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા જ્યારે કેટલાકે ટીકાઓ પણ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું, ‘મને બંને ગમે છે. તેઓ એકસાથે ખૂબ સારા લાગે છે. તેમની જોડી અદ્ભુત છે. તે જ સમયે અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘આ બંને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.’ મોટાભાગના લોકો બંનેના વખાણ કરી રહ્યા હતા. પરંતુ એક ટ્રોલરે લખ્યું, ‘આ બધા પેઇડ લોકો છે જે વખાણ કરી રહ્યા છે.’ એકે લખ્યું, ‘અનન્યા કેમેરા જોઈને ડ્રામા કરી રહી છે.’ તે જ સમયે અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘કરણ જોહર તેમનું પણ બ્રેકઅપ કરાવી દેશે.’

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર પહેલીવાર દિવાળી પાર્ટીમાં સાથે દેખાયા હતા. ત્યારથી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે ક્યારેય તેનો સ્વીકાર કર્યો ન હતો.

Most Popular

To Top