Vadodara

વીઆઈપી રોડ બ્રિજ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત

વડોદરા : વડોદરા શહેરના વીઆઈપી રોડ હવે અકસ્માત ઝોન બન્યો છે.અનેક વખત આ માર્ગ ઉપર અકસ્માતો સર્જાયા છે.તેવામાં વધુ એક અકસ્માતની ઘટના વુડા સર્કલથી અમિત નગર સર્કલ તરફ બ્રાઇટ સ્કૂલ પાસે બની હતી.પૂરપાટ ઝડપે હાંકી રહેલ એક કાર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લેતા તેને ઈજાઓ પહોંચી હતી.જ્યારે બીજી તરફ જ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સજા હતા.પોલીસ એક કલાક સુધી આવી નહીં તેવા આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યા હતા.

વડોદરાના વીઆઈપી રોડ વુડા સર્કલથી અમિત નગર સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ છે.આ રોડ ઉપર અવારનવાર અકસ્માત થતા હોય છે. જ્યારે આજે એક કાર ચાલક જે ફૂલ પીધેલી હાલતમાં હતો અને પૂર ઝડપે હતો.તેના કારણે એક એકટીવા ચાલકને ઈજા થઈ છે.ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ ગુજરાતમાં વડોદરા સંસ્કારી નગરીમાં નશામુક્તિની જે વાતો થઈ રહી છે. નશાખોર કારચાલક જે પીધેલી હાલતમાં છે તેણે એકટીવા ચાલક સાથે અકસ્માત સર્જ્યો છે એટલે ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થાય છે.

ટ્રાફિક વિભાગની વાત કરીએ તો યોગ્ય સંકલનના અભાવે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. ઘણી વખત અકસ્માત થાય છે.પરંતુ ટ્રાફિક પોલીસને માત્ર હેલ્મેટ અને સીટ બેલ્ટની અંદર હપ્તા લેવામાં રસ છે તેમ લાગી રહ્યું છે. જ્યારે જ્યારે અકસ્માત થાય ત્યારે પોલીસનો સ્ટાફ આવવો જોઈએ. પરંતુ અહીંયા તો કોઈપણ એક અધિકારી કર્મચારી એક કલાક સુધી જોવા ન મળ્યા એટલે બેદરકારી જોવા મળી છે.ત્યારે શહેરમાં ધમધમતી દારૂની હાટડીઓ વહેલી તકે બંધ કરવી જોઈએ તેવી અમારી માંગ છે તેમ સામાજિક કાર્યકારે જણાવ્યું હતું.

Most Popular

To Top