SURAT

વર્લ્ડ રેકોર્ડ: સુરતની 11 વર્ષીય ચાર્વીએ માત્ર 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી નાખ્યા

સુરત : આજના સમયમાં જ્યારે બાળકો (child)ને મોબાઈલ ફોન (mobile phone)સહિતના વિવિધ ઈલેકટ્રોનિક્સ ગેઝેટ્સ (gadgets) પર ગેમ્સ સહિતની પ્રવૃતિનું વળગણ લાગ્યું છે ત્યારે સુરત (Surat)ની 11 વર્ષીય ચાર્વી ડોરા (Charvi dora)નામની બાળકીએ માત્ર 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો (more than 2000 books)વાંચીને વર્લ્ડ રેકોર્ડ (world record) કર્યો છે. આ સિદ્ધિ બદલ ચાર્વીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન (WTO) તરફથી ”યંગેસ્ટ ટૂ રીડ ધ મેક્સિમમ નંબર્સ ઓફ બુક્સ” નું ટાઈટલ આપવામાં આવ્યું છે.

ધોરણ 6માં અભ્યાસ કરતી ચાર્વીએ પુસ્તકો પ્રત્યેનું તેનું વળગણ અને વર્લ્ડ રેકોર્ડ સુધીની આ સફર અંગે જણાવ્યું હતું કે, નાનપણથી જ તેને બુક વાંચવાનો ખુબ જ શોખ રહ્યો છે. મમ્મી જ્યોતિ ડોરા તેને પુસ્તકો વાંચીને સંભળાવતી અને ચાર્વીને પુસ્તકો હાથવગા મળી રહે એ રીતે ઘરમાં રાખવામાં આવતા. જેને કારણે તેને પુસ્તકો સાથે દોસ્તી થઈ ગઈ હતી. 7 વર્ષની હતી ત્યારે ચાર્વીએ પહેલી બુકની સિરીઝ વાંચી હતી અને બાદમાં એક જ મહિનામાં આ સિરીઝ પૂરી કરી દીધી હતી. ચાર્વીનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ જોઈને તેની મમ્મીએ બીજા મહિનામાં બીજી સિરીઝ વાંચવા માટે આપી, આમ કરતાં-કરતાં ચાર્વી એક બુક વાંચે ત્યાં તો બે નવી બુક તેની પાસે આવી જતી.

ચાર્વીના જીવનમાં રીડિંગનો પ્રભાવ જોઇને માતા જ્યોતિબેન ને વિચાર આવ્યો કે આજના સમયમાં જ્યાં દરેક બાળકના હાથમાં ગેજેટ હોવું સામાન્ય ગણાય છે. તેની જગ્યા પુસ્તક લઈ શકે તો બાળકનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. આ વિચાર સાથે એમણે રીડર્સ અડ્ડા નામની સંસ્થાની સ્થાપના કરીને બાળકોમાં વાંચવાની ટેવ કેળવવા ની મદદ કરે છે , જેથી બાળકો સતત ગેઝેટની કંપની માંથી બહાર આવી શકે. તેમના સ્ટુડન્ટ આફ્રિકા, ઓરિસ્સા, દિલ્હી અમદાવાદ બરોડા ગાંધીનગર રાજસ્થાન અને સુરતથી છે. તેઓ ડોર સ્ટેપ લાયબ્રેરી સર્વિસ પણ આપે છે. જેથી જે માબાપ બાળકોને લઈને લાઈબ્રેરી જવાનો ટાઈમ નથી કાઢી શકતા હોય તેવા માતા પિતાના બાળકોને પણ મદદ મળે. ચાર્વી અને માતા જ્યોતિએ ”લાઈફ લોન્ગ લર્નિંગ ક્લબ” શરૂ કર્યું છે. જેમાં વિડિયો મેકિંગ પોડકાસ્ટિંગ જેવી સ્કિલ શીખવાડે છે. અને આજના આ પ્રસંગે ચાર્વીએ તેની ઈન્ક્મમાં થી 1000 બુક્સ આ ક્લબ માં ડોનેટ કરી છે.

રિડિંગની ટેવને કારણે ચાર્વીને સ્ટોરી ટેલિંગ, ઓલિમ્પિયાડ સહિતની સ્પર્ધાઓમાં સારા માર્ક્સ મળતાં થઈ ગયા

ચાર્વીની રિડિંગની ટેવના કારણે એનું સ્પીકિંગ, રાઇટિંગ અને કોમ્પરીહેન્સન ખૂબ જ નિખર્યું. આ કારણે ચાર્વીને સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, ઓલમ્પિયાડ અને સ્પેલિંગ રાઇટિંગ જેવી પ્રવૃત્તિઓ અને પરીક્ષામાં આ ખૂબ જ સારા માર્ક્સ મળતાં થઈ ગયા હતા. ચાર્વીને વાંચન સિવાય ચેસ રમવાનો વિડીયો મેકિંગ અને પોડકાસ્ટિંગ, સિંગિંગનો પણ ખુબ જ શોખ છે. તેને સ્વિમિંગ કરવું પણ ખૂબ જ પસંદ છે.

કેવી રીતે રેકોર્ડ બનાવ્યો ?

વર્લ્ડ ટેલેન્ટ ઑર્ગેનાઇઝેશનના અધિકારીઓએ ચાર્વીએ વાંચેલી 2000થી વધુ બુકસમાંથી રેન્ડમ 41 બુક્સ પસંદ કરી અને ચાર્વીને તે બુક્સ વિશે પૂછવામાં આવ્યું. ચાર્વીને દરેક બુકનું કન્ટેન્ટ યાદ હતું અને પુસ્તકની સ્ટોરી વિશે કહ્યું. આ માટે ચાર્વીને પાંચ લેપ્સિસનો ઉપયોગ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો હતો, પણ ચાર્વીએ એક પણ વિકલ્પનો ઉપયોગ કર્યા વગર બધા જ જવાબો આપીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના સીઈઓ મિહિર બ્રહ્મભટ્ટ સ્વયં સુરત આવ્યા હતા અને આ સમારોહનું આયોજન કરી ચાર્વીને વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ એનાયત કર્યો હતો.

Most Popular

To Top