SURAT

તિરંગા યાત્રામાં જ રાષ્ટ્રધ્વજ જ ઊંધો લહેરાવનાર આપના મહિલા કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ

સુરત : સુરતમાં (Surat) તિરંગાયાત્રાનું (flag march) આયોજન કરનાર આમ આદમી પાર્ટીના (APP) મહિલા કોર્પોરેટરે (Corporator) આ યાત્રામાં ભારતના રાષ્ટ્રધ્વજને (flag) ઊંધો ફરકાવીને તેનું અપમાન કર્યું હતું, જે બદલ સરથાણા (Sarthana) પોલીસે મહિલા કોર્પોરેટરની સામે ગુનો નોંધયો હતો.

  • સીમાડાનાકા પાસે કોર્પોરેટર શોભનાબેને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 11મી માર્ચના રોજ સરથાણા સીમાડા નાકા પાસેથી આપના કાર્યાલય પાસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નં. 16ના કોર્પોરેટર શોભનાબેન કિરીટભાઇ કેવડીયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ આ રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવ્યો હતો. ઊંધા રાષ્ટ્રધ્વજની સાથે આપના કોર્પોરેટર શોભના કેવડીયાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયા હતા. આ બાબતે સરથાણામાં રહેતા વેપારી પ્રણવકુમાર મગનભાઇ પટેલે સરથાણા પોલીસમાં અરજી કરીને શોભનાબેન સામે ફરિયાદ નોંધવા માટે જણાવ્યું હતું. પોલીસે વિડીયો અને ફોટાની ચકાસણી બાદ શોભનાબેનની સામે ગુનો નોંધ્યો હતો.

રાજય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય તરણવીર નવનીત સેલર નિવૃત થઈ ગયા
સુરત: રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તરણવીર નવનીત સેલર નિવૃત્ત થતાં એમટી જરીવાળા હાઈસ્કૂલમાં તેમનો સન્માન સમારંભ યોજાયો હતો. સુરત શહેરની શૈક્ષણિક ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, સામાજી ક્ષેત્રે રાષ્ટ્ર ઉત્થાન અને રમત-ગમત સવર્ધન માટે કાર્ય કરતી અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સેવા આપનાર નવનીત સેલર સતત પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. અગાઉ સેલરનું શિક્ષણ સેલ, ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરપાલિકા, લાયન્સ કલબ, ઈન્ટરનેશનલ, સુરત ચંદી સ્પોર્ટસ ટ્રસ્ટ સાહસિક બ્યુરોને પુરાણીની પારિતોષિક રાજયકક્ષા એવોર્ડ રાજપીપળા દ્વારા જાહેર સન્માન કરાયું હતું.

નવનીત સેલર નર્મદ યુનિ.માં માધ્યમિક શિક્ષક વિભાગમાંથી સેનેટ સભ્યમાં ચૂંટણી લડી સૌથી વધુ મતથી વિજેતા બની જુદીજુદી સમિતીમાં પણ રહી ચૂક્યા છે. સમારોહમાં ફલીભાઈ કોન્ટ્રાકટર માજી. મંત્રી વિદ્યામંદિર સોસાયટી, અરવિંદભાઈ શાહ, કેમ્પસ ડાયરેકટર, શાળાના આચાર્ય કૃતિબેન મહેતા તથા ભુતપૂર્વ આચાર્ય ગીતાબેન શાહ દ્વારા શાળા પરિવારે સન્માન કયુ હતુ. સંસ્થાનાં પ્રમુખ આનંદભાઈ ચોખાવાલા, ચેરમેન આર. ડી. દેસાઈ, વિદ્યામંદિર સોસાયટી, મંત્રી જવાહર વાડીયાએ નિવૃત્તિની શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top