National

AAPને EDના દરોડા અને કેજરીવાલની ધરપકડની આશંકા, CM આવાસની બહાર સુરક્ષા વધારી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) ધરપકડ (Arrest) કરી શકે છે. આ કારણે સીએમ કેજરીવાલની ધરપકડના ડરથી કાર્યકર્તાઓ AAP ઓફિસ (Office) પહોંચવા લાગ્યા છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા અરવિંદ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા (Security) વધારી દેવામાં આવી છે.

અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરીવાલને અગાઉ ત્રણ સમન્સ જારી કર્યા છે. પરંતુ આજ સુધી કેજરીવાલ ED સમક્ષ હાજર થયા નથી.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ બુધવારે રાત્રે જણાવ્યું હતું કે તેમને સમાચાર મળ્યા કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગુરુવારે સવારે અરવિંદ કેજરીવાલના ઘર પર દરોડા પાડવા જઈ રહ્યું છે. તેમજ તેમની ધરપકડ પણ થઈ શકે છે. તેમજ આ કારણે સીએમ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો છે કે ED આજે CM કેજરીવાલના ઘર પર દરોડા પાડી શકે છે. જે બાદ તેની ધરપકડ થઈ શકે છે.

દિલ્હીમાં થયેલા દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ત્રીજા સમન્સ પર પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા ન હતા. સીએમ કેજરીવાલે તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. તેમણે હાજર ન થવાનું કારણ આપ્યું અને લખ્યું કે તે હાલમાં રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. સાથે જ કહ્યું કે તે કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ રાજ્યસભાની ચૂંટણી અને ગણતંત્ર દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સાથૈ જ તેમણે નોટિસને ગેરકાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે જો આ મામલાને લગતી પ્રશ્નાવલી મોકલવામાં આવે તો તેઓ જવાબ આપવા તૈયાર છે. કેજરીવાલે એજન્સીને લખ્યું, “આ મામલે તમે અયોગ્ય ગુપ્તતા જાળવી રહ્યા છો અને અપારદર્શક અને મનસ્વી રીતે કામ કરી રહ્યા છો.”

આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે સમન્સ તેમના સુધી પહોંચતા પહેલા જ મીડિયામાં દેખાઈ ચૂક્યા છે. આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે સમન્સનો હેતુ કાયદેસરની પૂછપરછ કરવાનો છે કે મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે.

Most Popular

To Top