National

દિલ્હી લિકર પોલિસી કેસમાં EDએ કૈલાશ ગેહલોતની 5 કલાક સુધી પૂછપરછ કરી

દિલ્હી: (Delhi) આમ આદમી પાર્ટીના (AAP) ઘણા નેતાઓ દારૂ કૌભાંડ કેસમાં (Liquor Policy Case) જેલમાં છે. હવે દિલ્હીના મંત્રી કૈલાશ ગેહલોતની શનિવારે ED દ્વારા દારૂ નીતિ કેસમાં પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી લિકર પોલીસીમાં કરોડો રૂપિયાના કથિત કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. 49 વર્ષીય કૈલાશ ગેહલોત દિલ્હીના નજફગઢના AAP ધારાસભ્ય છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે.

આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને EDએ પૂછપરછ બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કૈલાશ ગેહલોત એવા મંત્રીઓના જૂથનો એક ભાગ છે જેમણે દારૂની નીતિની યોજના બનાવી હતી અને તેનો અમલ કર્યો હતો. કૈલાશ ગેહલોતને ED દ્વારા બીજું સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને તેમણે તેનો જવાબ આપ્યો હતો. મંત્રીએ કહ્યું કે તે પ્રથમ બેઠકમાં હાજર રહ્યા ન હતા કારણ કે તે સમયે દિલ્હી વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી હતી.

દિલ્હીના હાઈ-પ્રોફાઈલ દારૂ કૌભાંડ કેસમાં કૈલાશ ગેહલોતનું નામ માત્ર એટલા માટે નથી કે તે દારૂની નીતિ પાછળના મંત્રીઓના જૂથનો ભાગ હતા પરંતુ તે આમ આદમી પાર્ટીના વિજય નાયર સિવિલ લાઈન્સમાં તેમને ફાળવવામાં આવેલા બંગલામાં રહેતા હતા. EDએ આરોપ લગાવ્યો છે કે જે સમયે દારૂની નીતિ બનાવવામાં આવી હતી તે સમયે આમ આદમી પાર્ટીના કમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર મુખ્યમંત્રીના આવાસની નજીક રહેતા હતા અને આ નિવાસ સત્તાવાર રીતે કૈલાશ ગેહલોતનું હતું.

બીજી તરફ ઈડીની આજની પૂછપરછ પર કૈલાશ ગેહલોતે કહ્યું કે આજે પણ હું કહી રહ્યો છું કે વિજય નાયર મારા ઘરે રોકાયા હોવાની મને કોઈ માહિતી નહોતી. મેં હંમેશા કહ્યું છે કે હું ક્યારેય મારા સરકારી ફાળવવામાં આવેલા બંગલામાં નથી રહ્યો કારણ કે મારી પત્ની અને બાળકો વસંતકુંજથી સ્થળાંતર કરવા માંગતા ન હતા. હું ક્યારેય સિવિલ લાઈન્સ ગયો નથી. મેં સીબીઆઈને પણ આ વાત કહી છે.

‘મને ગોવાના ચૂંટણી પ્રચાર વિશે કંઈ ખબર નથી’
કૈલાશ ગેહલોતે ઈડીના પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેઓ ક્યારેય ગોવાના ચૂંટણી પ્રચારનો ભાગ નહોતા, જ્યાં દારૂના કૌભાંડની કથિત આવકનો પ્રચાર કરવામાં આવ્યો હતો. કૈલાશ ગેહલોતે કહ્યું કે હું આ અંગે ટિપ્પણી કરી શકતો નથી કારણ કે હું ક્યારેય ગોવાના ચૂંટણી પ્રચારના આયોજનનો ભાગ નહોતો. તેમણે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સામનો કર્યો નથી.

Most Popular

To Top