Columns

JEE Main Session-II Second attempt

-રેખા મિસ્ત્રી

ત્રો, પરીક્ષા પતી ગઇ પછી જો પ્રવેશપરીક્ષા ન હશે તો વેકેશન માણી રહ્યા હશો. જેમણે વિજ્ઞાનમાં ગણિત ગ્રુપ લીધું હોય, એન્જિનિયરીંગ ક્ષેત્રે પદાર્પણ કરવાનાં સ્વપ્નો સાથે આગળ વધી રહ્યા હશે તેમણે જાન્યુઆરી 2024માં JEE Main આપી હતી એવા 12,31,814 વિદ્યાર્થી હતા. તેમાંથી 20.30 % એટલે કે 2,50,000 વિદ્યાર્થીઓ JEE advance કવોલિફાઈ થયા. એમાંથી માત્ર 23 વિદ્યાર્થીઓએ 100 પર્સનટાઇલ મેળવ્યા. જેમણે કવોલિફાઇ ન કરી તેમને ફરી કવોલિફાઇ કરવા માટેની તક એપ્રિલમાં તા.4 અને 15ના રોજ મળી રહી છે. એન્જિનિયર બનનારા દરેક વિદ્યાર્થીને IITS/NITsમાં જવું હોય પરંતુ કયાંક ને કયાંક પનો ટૂંકો થઇ જતો હોય છે. છતાં પૂરેપૂરા દિલથી પ્રયત્નો કરવા રહ્યા કેમ કે JEE advance માટે ધો. 12ની બોર્ડ પરીક્ષામાં 75 % હોવા જરૂરી છે. આમ જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં મીનીમમ ટકાવારી (75 %) લાવે છે અને JEEમાં 90+ પર્સનટાઇલ લાવે છે તે સૌ advance માટે કવોલિફાઈ થાય છે. હવે બોર્ડની પરીક્ષા તો પૂર્ણ થઇ પરંતુ JEE Mainના સેકન્ડ રાઉન્ડમાં તક સામે બારણે ઊભી છે તો એને ઝડપી લેવી જરૂરી બને છે.
ઉત્સવે ધો. 12ના જાન્યુઆરી સેશનમાં JEE 2024 એટલા માટે આપી હતી કે પરીક્ષા એન્ઝાઇટી દૂર કરી શકાય. પેપર સ્ટાઇલ તો ખબર હોય પણ જયારે વર્ગખંડમાં આપો ત્યારે એનો અનુભવ અલગ હોય છે. આમ અનુભવ લેવા, સાથે જ પોતાની તૈયારીએ કેટલા પર્સનટાઇલ લાવી શકાશે એનો અંદાજ લેવા માટે આપેલી. પ્રથમ સેશનમાં થોડાક જ પર્સનટાઇલ્સથી રહી ગયો એટલે હવે એપ્રિલમાં કવોલિફાઇ કરી જ લેવાશેની તૈયારી પૂરજોશમાં ચાલુ કરી છે. ઘણાં વિદ્યાર્થી મિત્રો પ્રથમ સેશનનાં પરિણામથી નાસીપાસ થતા હોય છે તેમણે એ નાસીપાસની, હતાશાની લાગણી, વિચારોમાંથી બહાર આવી JEE April 2024ની તૈયારી શરૂ કરી દીધી હશે પણ પૂરા જોશથી એને સંપૂર્ણ ન્યાય આપવો જોઇએ.
મિત્રો, ચાર કે પંદર દિવસ બાકી છે ત્યારે થોડી અસરકારક ટીપ્સ
Focus on Your Strength and Weakness:
તમારી બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ એટલે દરેક અભ્યાસક્રમની વિગતોથી તમે જાણીતા જ છો. અભ્યાસ દરમ્યાન દરેક વિષયના મજબૂત મુદ્દાઓ અને નબળા મુદ્દાઓની જાણકારી હોવાથી તમારે કયાં ફોકસ કરવાનું છે તે તો ખબર જ પડી જાય, જે વિષયોમાં તમે સારા છો તે વિષયોને વધુ મજબૂત બનાવો અને નબળા વિષયો કે મુદ્દાઓને ઓળખી એની વિભાવનાઓને ઓળખી વધુ સમજણ ત્વરિત કેળવો. એની માટે શિક્ષકો, સાથી મિત્રો કે ઓનલાઇન સંસાધનોની મદદ લો.
દા.ત. તમે ભૌતિકશાસ્ત્રમાં વધુ સારો દેખાવ કરી શકો છો, તમે વિષયને સારી રીતે સમજીને આત્મસાત કર્યો છે અને તમારો મિત્ર કેમેસ્ટ્રીમાં સારું સમજાવી શકે છે તો માત્ર અઘરી લાગતી વિભાવના કે MCQS એકબીજાને એકબીજાના વિષયમાં સમજાવી શકો.
Revise Important Formulas:
JEEના ગયા વર્ષનાં પ્રશ્નપત્રોને જોઇને જે વિષયોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હોય તેવા મહત્ત્વપૂર્ણ સૂત્રને સમજવા માટે ટૂંકી નોટસનો ઉપયોગ કરો કારણ કે હવે તમારી પાસે પ્રકરણો અને વિષયોને વિગતવાર તપાસવા માટે કોઇ સમય નથી. તમારી પાસે દરેક વિષયના સૌથી મહત્ત્વના મુદ્દાઓ જોવા માટે ખૂબ જ ઓછો સમય છે માટે fast Revision જ એક માત્ર સોલ્યુશન છે.
Keep Mock Test Real:
મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ આખો દિવસ એકથી વધુ મોક ટેસ્ટ આપતા હોય છે કે જેથી વધુ સ્કોર કરી શકાય પણ માનસિક રીતે આખો દિવસ સતત બેસીને અગાઉના પેપર ઉકેલવા અશકય છે. શ્રેષ્ઠ વ્યૂહરચના પ્રમાણે દરરોજ એક જ મોક ટેસ્ટ આપો. વિશ્લેષણ કરો અને તમારી સમજણમાં સુધારો કરો અને સુનિશ્ચિત કરો કે તમે કરેલી ભૂલોનું પુનરાવર્તન કરશો નહીં.
Say No to Self-Doubt:
વિદ્યાર્થી મોક ટેસ્ટ આપ્યા પછી જયારે આન્સર ચેક કરે ત્યારે નીચો સ્કોર આવતા પોતાના પર શંકાઓ જતાવે છે. મારી યાદશકિત નબળી છે, મારાથી કંઇ થવાનું નથી. JEE મેનમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો. છેલ્લા દિવસો નિર્ણાયક હોય છે માટે તણાવથી બચવું જરૂરી છે. તમારી જાતને માનસિક રીતે મજબૂત રાખવા એક હકારાત્મક ટયુન સેટ કરો. તમારા આત્મવિશ્વાસને નીચો ન ઊતરવા દેવો. આમાં વાલીઓ ઘણો હકારાત્મક ભાગ ભજવી શકે છે. જેમ કે સંતાનના પ્રયત્નોને સ્વીકારી પ્રોત્સાહન આપો. હકારાત્મક વચનો કહો.
stay Healthy
સ્વસ્થ રહો: વધતી ચિંતાઓ ખાવાનું અને ઊંઘનું શેડયુલ બગાડે છે. કયાંક ઓછું ખાવાનું અને ઓછી ઊંઘ તો કયાંક વધુ ખાવાનું અને વધુ ઊંઘ. પણ પરીક્ષા પહેલાં પૂરતા અને યોગ્ય પ્રમાણમાં ખોરાક અને ઊંઘ લેવાથી શારીરિક તથા માનસિક સ્વસ્થતા કેળવી શકાશે. જેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધશે અને પરિણામ સારું આવશે.
No Need to Discuss Your Preparation:
અન્ય વ્યકિત સાથે તેમની તૈયારી વિષે વાત ન કરવી જોઇએ કેમ કે એ અતાર્કિક છે કેમ કે સામાન્ય રીતે મારું તો કંઇ વંચાયું નથી એવું બધા કહેતા હોય છે જે નકારાત્મકતા ઊભી કરે છે માટે તૈયારી અંગે ચર્ચા ન કરો.
ધ્યાનમાં રાખો:
તમે એકલા નથી. બીજા હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

Most Popular

To Top