SURAT

ભાવનગરના યુવકે થાઈલેન્ડથી યુવતીને બોલાવી સુરતના એપાર્ટમેન્ટમાં આ કામ શરૂ કરી દીધું

સુરત : પાલ ગૌરવપથ ઉપર આવેલી ભારતી રેસીડેન્સીમાં ધ લોર્ડ્સ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી ત્યાંથી મેનેજર અને એક ગ્રાહકની ધરપકડ કરી હતી. તથા 6 થાઈલેન્ડની લલનાઓને મુક્ત કરાવી સ્પાના માલિક ભાવનગરના યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

  • ભાવનગરના વોન્ટેડ યુવક દ્વારા ચલાવવામાં આવતું હતું, 6 થાઇ લલના પકડાઇ
  • પોલીસે સ્પામાંથી મેનેજર અને એક ગ્રાહકની ધરપકડ કરી 75,400 નો મુદ્દામાલ કબજે લીધો

ક્રાઈમ બ્રાંચની એએચટીયુ સેલની ટીમને પાલ ગૌરવપથ રોડ પાસે આવેલા ટાઇમ સ્કવેર બિલ્ડીંગની સામે આવેલા “ભારતી રેસીડેન્સીના ત્રીજા માળે ધી લોર્ડ્સ સ્પા માં સ્પાના માલિકે પોતાના સ્પા/મસાજ પાર્લરમાં થાઈલેન્ડની મહિલાઓને રાખીને દેહવેપાર કરાવતો હોવાની બાતમી મળી હતી. સ્પામાં એક મેનેજર અને થાઇલેન્ડ દેશની 6 મહિલાઓને રાખી, તે મહિલાઓ પાસેથી દેહ વેપારનો ધંધો કરાવતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. જ્યાંથી મેનેજર હરદીપસિંહ વિજયસિંહ વાળા (ઉ.વ. 30 રહે. બેંક ઓફ બરોડાની સામે, મગદલ્લા અને મહિમા ટાવર, ચાંદની ચોક, પીપલોદ), નોકર ધનરાજ દાદાભાઇ સોનવણે (ઉ.વ. 21 રહે. દિનદયાળ નગર, ચીકુવાડી, પાંડેસરા અને મૂળ. શીરપુર, ધુલીયા, મહારાષ્ટ્ર) ઉપરાંત એક ગ્રાહક અને થાઇલેન્ડની 6 લલનાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા, મોબાઈલ, એક સ્કેનર મળી કુલ 75,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. તથા 6 થાઈલેન્ડની મહિલાઓને મુક્ત કરાવી હતી. મેનેજર હરદીપસિંહની પૂછપરછમાં સ્પા માલિક રાહુલ કમલ ત્રિવેદી (રહે. ભાવનગર) હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે સ્પામાં શરીરસુખ માણવા આવનાર ગ્રાહક પાસેથી રૂ. 2 હજાર વસુલી લલનાને રૂ. 1 હજાર ચુકવતા હતા.

Most Popular

To Top