Gujarat

અમદાવાદ-સુરત અને વડોદરામાં કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં નવા 37 કેસ નોંધાયા

રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 10 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે 31 કોરોનાના દર્દીઓ સાજા થયા છે.

આજે નોંધાયેલા કોરોનાના નવા કેસમાં અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 7, વડોદરા મનપામાં 6, નવસારી, વલસાડમાં 4-4, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ, સુરત ગ્રામ્ય, તાપીમાં 1-1 કેસનો સમાવેશ થયા છે. બીજી તરફ આજે રાજ્યમાં વધુ 31 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓ સાજા થયા છે. તો વળી રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 226 છે. જ્યારે 220 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે, અને 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

Most Popular

To Top