હિંદુ દેવી દેવતાઓના ફોટા ફેંકીને પત્નીને ફરજીયાત મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતા લવ જેહાદના ગુનામાં સંડોવાયેલ પતિ, જેઠ અને સસરાના બે દિવસના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાટીદાર સમાજની માસુમ યુવતીને મીઠી મીઠી વાતોમાં ભોળવીને લગ્ન કરનાર મોહિબ પઠાણ તેના પિતા ઈમ્તિયાઝભાઈ અને ભાઈ મોહસીને પરિણીતાના લગ્નગાળાના ટૂંક સમયમાં જિંદગી નર્કાગાર બનાવી નાંખી હતી.
ફરજીયાત મુસ્લિમ ધર્મ પ્રમાણે જ જીવન વ્યતિત કરાવવા પારાવાર ત્રાસ ગુજારીને હિંદુ પરિણીતા પર અત્યાચાર ગુજારતા હતા. પીડીતાને પુત્રજન્મ બાદ નામ બાબતે પણ ઢોર માર પતિઍ માર્યો હતો અને દેવી દેવતાઓના ફોટા ફેંકીને માનવતા વિહિન કૃત્ય કરતા ફફડી ઉઠેલી યુવતીઍ આખરે લવજેહાદનો ગુનો ફતેગંજ પોલીસ મથકે નોંધાવ્યો હતો. ઍસીપી પરેશ ભેંસાણીયાઍ તપાસનો દૌર સંભાળતા જ બંને પુત્રો અને તેના પિતની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પૂછતાછમાં કોઈ જ ફળદાયી હકિકત જણાવી ન હતી. આજે રિમાન્ડની મુદ્દત પૂરી થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ત્રણેય આરોપીઓને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો હતો.