Gujarat

ગુજરાતના લોથલ ખાતે 350 એકરમાં વૈશ્વિક કક્ષાનું મેરિટાઇમ મ્યુઝિયમ વિકસાવાશે

મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલનો હેતુ રાજ્યો અને કેન્દ્ર બેઉને લાભકારી થાય એ રીતે અને ક્ષેત્ર માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવાય એ માટે મેરિટાઇમ ક્ષેત્રના વિકાસની એક રાષ્ટ્રીય યોજના વિક્સાવવાનો છે. રાષ્ટ્રનો વિકાસ રાજ્યોના વિકાસ પર આધારિત છે અને એમએસડીસી સહકારી સમવાયીતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

‘વેરાયેલા-વેરવિખેર થઈને આપણે વિકાસ ન કરી શકીએ, એક થઈને આપણે હાંસલ કરી શકીએ’ તેવું બંદર, વહાણવટા અને જળ માર્ગો માટેના મંત્રાલય દ્વારા આયોજિત મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એમએસડીસી)ની 18મી મીટિંગને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતાં બંદર, વહાણવટા અને જળ માર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

bsh

મનસુખ માંડવિયાએ ‘ભારતીય બંદર ખરડો 2021’ માટેની જરૂરિયાત પર ભાર મૂકતા રાજ્ય સરકારોને વિનંતી કરી હતી કે ઈન્ડિયન પોર્ટ બિલને વિકાસના મુદ્દા તરીકે જુએ, નહીં કે રાજકીય મુદ્દા તરીકે. ‘ભારતીય બંદર ખરડો 2021’ કેન્દ્ર સરકાર અને મેરિટાઇમ રાજ્ય/સંઘ પ્રદેશો બેઉની ભાગીદારીના માર્ગે દરિયાકાંઠાના મહત્તમ વ્યવસ્થાપન અને ઉપયોગને સુગમ બનાવશે.

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ (એનએમએચસી) ગુજરાતના લોથલ ખાતે આશરે 350 એકર વિસ્તારમાં ભારતના મેરિટાઇમ વારસાને સમર્પિત વિશ્વ સ્તરીય મ્યુઝિયમ તરીકે વિક્સાવાશે. આ મેરિટાઇમ હૅરિટેજ કૉમ્પ્લેક્સ મેરિટાઇમ મ્યુઝિયમ, લાઇટહાઉસ મ્યુઝિયમ, મેરિટાઇમ થીમ પાર્ક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ ઇત્યાદિ સાથે એક આંતરરાષ્ટ્રીય પર્યટન કેન્દ્ર તરીકે વિક્સાવાશે.

Most Popular

To Top