Gujarat

રાજ્યમાં કોરોના નવા કેસ 3,255 : 44ના મોત

રાજ્યમાં કોરોનાના નવા 3,255 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 44 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9665 પર પહોંચ્યો છે. બીજી તરફ મંગળવારે 9,676 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,22,741 દર્દીઓ સાજા થયા છે.
મંગળવારે અમદાવાદ મનપામાં 7, સુરત મનપામાં 3, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં 2, વડોદરા ગ્રામ્યમાં 2, રાજકોટ મનપામાં 2, રાજકોટ ગ્રામ્યમાં 3, જામનગર મનપામાં 2, ભાવનગર મનપા 1, મહેસાણામાં 3, સહિત કુલ 44 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 491, સુરત મનપામાં 226, વડોદરા મનપામાં 335, રાજકોટ મનપામાં 137, ભાવનગર મનપામાં 48, ગાંધીનગર મનપામાં 43, જામનગર મનપામાં 62 અને જૂનાગઢ મનપામાં 107 કેસ નોંધાયા છે.
જ્યારે સુરત ગ્રામ્યમાં 197, જામનગર ગ્રામ્ય 41, વલસાડ 62, મહેસાણા 65, વડોદરા ગ્રામ્ય 127, બનાસકાંઠામાં 104, અમરેલીમાં 96, આણંદમાં 121 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 62,506 છે, વેન્ટિલેટર ઉપર 603 અને 61,903 દર્દીઓ સ્ટેબલ છે.

મંગળવારે 18 થી 45 વર્ષ સુધીના 1,28,283 વ્યક્તિઓને પ્રથમ ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 63,781 વ્યક્તિને પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 25,554 વ્યક્તિને બીજો ડોઝ, 4867 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસને પ્રથમ ડોઝ અને 6325ને બીજો ડોઝ અપાયો છે. આમ આજના દિવસમાં 2,28,810 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,58,30,183 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top