Vadodara

મ્યુકોરમાઈકોસિસ વધુ 10 દર્દી નોંધાતાં તંત્ર ચિંતાતૂર

વડોદરા : શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં બુધવારે વધુ 10 દર્દીઓ એડમિટ થયા હતા. જેની સામે કુલ 10 દર્દીઓની સર્જરી હાથ ધરવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંક 122 પર પહોંચ્યો હતો.

સયાજી હોસ્પિટલના ઈનએનટી વિભાગને મ્યુકરમાઈકોસિસના વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે.અત્યાર સુધી એએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 122 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયુ હતું.બુધવારે વધુ 10 દર્દીઓ દાખલ થયા હતા. જેમાં 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.આ ઉપરાંત 18 દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સીલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 8 દર્દીઓની જનરલ એનેસ્થેશીયા આપીને અને 10 દર્દીઓની લોકલ એનેસ્થેશીયા આપીને સર્જરી કરાઈ હતી.જ્યારે મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજ્યુ હતું.તેની બીજી તરફ 1 દર્દી સારવાર દરમિયાન સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો.

મ્યુકોરમાઈકોસિસની સારવાર લઈ રહેલા બે દર્દીઓની આંખ પણ કાઢી લેવામાં આવી હતી. નોંધનીય છે કે વડોદરા શહેરમાં કોરોનાની રફતાર ધીમી પડી છે. જેથી તંત્રએ રાહતનો દમ લીધો છે. જોકે કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસે માથુ ઉંચકતા તંત્ર ચિંતાતુર બનવા પામ્યું છે. વધુ 10 દર્દીઓ નોંધાતા અત્યારસુધીમાં મ્યુકોરમાઈકોસિસ રોગમાં સપડાયેલા દર્દીઓની કુલ સંખ્યા 122 પર પહોંચી છે. પરંતુ રોજ વધી રહેલા કેસોના કારણે તંત્રને સાબદું કરાયું છે.

Most Popular

To Top