Business

સુરતની અનોખી સ્કૂલો: માત્ર પાઠ્ય પુસ્તકોનું જ્ઞાન જ નહીં જીવન જીવવાની કળા પણ શીખવે

સ્કૂલ દ્વારા બાળકોને ખેતી કરતા અને રોટલી બનાવતા પણ શીખવાડાય છે

ઉધના મગદલ્લા રોડ પર સ્થિત સ્કૂલમાં બાળકોને પીલુડી (વૃક્ષો)ની નીચે કુદરતી વાતવારણમાં ભણાવાય છે. સ્કૂલના કેમ્પસમાં એક કોર્નરમાં ખેતર જેવું બનાવાયું છે જ્યાં વિદ્યાર્થીઓને ખેતીકામ શીખવાડવામાં આવે છે. સ્કૂલના આચાર્ય ડૉ. દર્પણા પટેલ અને પારુલબેન ગાંધીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને કઈ રીતે બિયારણ રોપવું, કઈ રીતે પાણી આપવું તે શીખવાડવામાં આવે છે. સ્કૂલમાં કલાસ રૂમ બહુ ઓછા છે. બાળકોને ચર્ચાલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને જે વિષય પર ચર્ચા કરવી હોય તે કરી શકે છે. ઇલેક્ટ્રિક વસ્તુઓ રીપેર કરતા શીખવાડાય છે. છોકરા-છોકરીઓને રોટલી વણતાં અને શેકવાનું શીખવાડાય છે. બાળકોને ડુમસ અને વિવિધ ગામોમાં સાયકલ પ્રવાસ કરાવાય છે. જૂનાગઢનો પ્રવાસ હતો તો સાયકલો ટ્રકમાં લઇ ગયા અને ત્યાં આખું જૂનાગઢ સાયકલ પર વિધાર્થીઓ ફર્યા. બાળકોને ઝાડ જેને પીલુડી કહે છે તેની છાયામાં ભણાવાય છે. વરસાદની સિઝનમાં બાળકોને ડોમમાં ભણાવાય છે. બાળકોને પિક્ચરથી ભણાવાય છે પુસ્તકો નથી હોતા. 10માંનું રિઝલ્ટ આ વખતે 100 ટકા આવ્યું હતું. વળી, અહીં તો બાળકોને ગણિત પિસ્તાના છોતરા અને કચૂકાથી શીખવાડાય છે.
ગણિત અને સમાજ વિજ્ઞાન પણ સંસ્કૃતમાં જ ભણાવાય

અડાજણમાં સ્થિત સ્કૂલમાં ગણિત, વિજ્ઞાન અને યોગ શિક્ષણ સંસ્કૃતમાં જ આપવામાં આવે છે. આ મહાવિદ્યાલયના સ્થાપક અશોક જોષી દ્વારા જણાવવામાં આવ્યું કે, અહીં 9માં ધોરણથી લઈને 12માં ધોરણ સુધી અને કોલેજના પ્રથમ વર્ષથી લઈને ત્રીજા વર્ષ સુધી BAની કોલેજ છે. વિધાર્થીઓએ ગુરુકુળની પરંપરા પ્રમાણે ધોતી અને કફની પહેરવાના હોય અને અહીં જ રહેવાનું હોય. બાળકો આસન પર બેસીને નાના ડેસ્ક પર ચોપડા મૂકીને ભણે છે. ભોજન પણ જમીન પર આસન પાથરીને લેતાં હોય છે. વિદ્યાર્થીઓની બર્થડે કેક કાપીને નહીં ઉજવાય પણ ગોળ ખવડાવીને અને સમૂહમાં વૈદિક મંત્રો બોલીને દીર્ઘાયુષ્ય માટે શુભકામના પાઠવાય છે. સંસ્કૃતમાં જન્મદિવસનું ગીત ગાવામાં આવે છે. અહીં માત્ર છોકરાઓને ભણાવાય છે અને તેમને વિદ્યાર્થી નહીં પણ ઋષિકુમાર કહેવાય છે. અહીં વિધાર્થીઓ મહારાષ્ટ્ર, સુરત, સમગ્ર ગુજરાત, રાજસ્થાન, ચેન્નઈ, ગંતુર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારથી પણ ભણવા આવે છે. રોજ સવારે વિદ્યાર્થીઓની પ્રભાત ફેરી નીકળે જેમાં વેદ મંત્રો બોલાય છે અને માતૃ અને પિતૃ પૂજન થાય છે.

ટેલિસ્કોપથી નોલેજ અપાય, સુથારીકામ અને પ્લમબિંગનું કામ શીખવાડાય છે
નરથાણ દાંડી રોડ પર સ્થિત સ્કૂલમાં પણ બાળકોને એવી ઘણી બધી સ્કીલનું પ્રેક્ટિકલ નોલેજ અપાય છે જેથી બાળક ભવિષ્યમાં તે ફિલ્ડમાં આગળ વધી શકે છે. સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરતભાઇ નાકરાણીએ જણાવ્યું કે, અમારી સ્કૂલમાં બાળકોને સ્કિલ બેઝડ એજ્યુકેશનમાં સુથારીકામ, પ્લમબિંગનું કામ, ઇલેક્ટ્રિશ્યનનું કામ, સ્ટીચિંગનું કામ શીખવાડાય છે. બાળક નેચર સાથે કનેક્ટ થઈ શકે તે માટે સ્કૂલ કેમ્પસમાં વૃક્ષો નીચે બાળકોને ભણાવાય છે. બાળકોને યોગાભ્યાસમાં પારંગત બનાવવા માટે તેમને યોગમાં પિરામિડ બનાવવાનું ઉપરાંત બાળકોની બોડી એકદમ ફ્લેકસીબલ બને તે રીતે તેમને વિવિધ યોગાસન શીખવાડવામાં આવે છે. અમારી સ્કૂલમાં તો બાળકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા પણ શિખે છે. તે અંતર્ગત એક વિધાર્થીએ વેસ્ટમાંથી એવું ગિટાર બનાવ્યું છે કે જે વગાડી પણ શકે છે.
આ સ્કૂલમાં બાળકોની બર્થડે પર યજ્ઞ થાય

અશ્વનીકુમાર સ્થિત સ્કૂલમાં વિદ્યાર્થીઓ ટીચરને દીદી અને સરને ગુરુજી કહીને બોલાવે. સ્કૂલના વિજ્ઞાન વિભાગના HOD ચેતન જોષી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ સ્કૂલ અનોખી એ રીતે તરી આવે છે કે શિશુ વાટિકામાં બુકલેસ શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને રમતા રમતા એજ્યુકેશન આપવામાં આવે છે. દરેક કક્ષના નામ છે. અહીં વર્ગ ખંડને ક્લાસ રૂમ નથી કહેતા પણ કક્ષ કહે છે. દરેક કક્ષને આપણી સંસ્કૃતિ મુજબ લવ-કુશ, અહિલ્યા, મીરા, સહદેવ, નકુલ, ઋષિ મુનિના નામ, આપણા ભારતીય વૈજ્ઞાનિકોના નામ અપાયા છે. બાળકોની બર્થડે પર કેક નથી કાપતા પણ યજ્ઞ કરાય છે અને બાળકને ફૂલોનો હાર પહેરાવાય છે. સ્કૂલમાં યજ્ઞ શાળા બનાવવામાં આવી છે. બાળકો ભોજન કરે કે અલ્પાહાર કરે ત્યારે જમીન પર બેસીને અને ભોજન મંત્ર કરીને જમે. બાળકો ને વૈદિક ગણિત શીખવાડવામાં આવે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કોન્સેપ્ટ આ સ્કૂલમાં પહેલાથી છે. બાળકો પોતાના કામ જાતે કરે. શાકભાજી પણ સમારે. સિલાઈ કામ શીખવાડવામાં આવે છે. અહીં બાળાઓ નિયમિત કપાળે ચાંદલો કરે અને હાથમાં લાલ બંગડી પહેરે તથા ચોટલો વાળે.
ટેલિસ્કોપથી નોલેજ અપાય, સુથારીકામ અને પ્લમબિંગનું કામ શીખવાડાય છે

નરથાણ દાંડી રોડ પર સ્થિત સ્કૂલમાં પણ બાળકોને એવી ઘણી બધી સ્કીલનું પ્રેક્ટિકલ નોલેજ અપાય છે જેથી બાળક ભવિષ્યમાં તે ફિલ્ડમાં આગળ વધી શકે છે. સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરતભાઇ નાકરાણીએ જણાવ્યું કે, અમારી સ્કૂલમાં બાળકોને સ્કિલ બેઝડ એજ્યુકેશનમાં સુથારીકામ, પ્લમબિંગનું કામ, ઇલેક્ટ્રિશ્યનનું કામ, સ્ટીચિંગનું કામ શીખવાડાય છે. બાળક નેચર સાથે કનેક્ટ થઈ શકે તે માટે સ્કૂલ કેમ્પસમાં વૃક્ષો નીચે બાળકોને ભણાવાય છે. બાળકોને યોગાભ્યાસમાં પારંગત બનાવવા માટે તેમને યોગમાં પિરામિડ બનાવવાનું ઉપરાંત બાળકોની બોડી એકદમ ફ્લેકસીબલ બને તે રીતે તેમને વિવિધ યોગાસન શીખવાડવામાં આવે છે. અમારી સ્કૂલમાં તો બાળકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા પણ શિખે છે. તે અંતર્ગત એક વિધાર્થીએ વેસ્ટમાંથી એવું ગિટાર બનાવ્યું છે કે જે વગાડી પણ શકે છે.

Most Popular

To Top