પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજય પછી મમતા બેનરજી અને એમના પક્ષમાં ઊથલપાથલ ચાલી રહી છે. ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ માટે આગામી સમય ચોક્કસપણે ખૂબ જ પડકારજનક થવાનો છે. પક્ષમાં આંતરિક ભંગાણ કે મોટા ફેરફારોની અટકળો તેજ બની છે. મમતા બેનરજીનાં ૧૫ વર્ષના શાસનનો તો અંત આવ્યો સાથે ખુદ મમતા બેનરજી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયાં છે. કોઈ પણ પ્રાદેશિક પક્ષ જ્યારે સત્તા ગુમાવે અને તેના સર્વોચ્ચ નેતાની હાર થાય, ત્યારે પક્ષને એકજૂથ રાખવો સૌથી મોટો પડકાર બની જતો હોય છે.
ચૂંટણીનાં પરિણામો આવ્યાના ગણતરીના દિવસોમાં જ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. પશ્ચિમ બંગાળની વિવિધ નગરપાલિકાઓમાંથી ૧૦૦થી વધુ તૃણમૂલ કાઉન્સિલરોએ રાજીનામાં આપી દીધાં છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં હારના કારણે ફેલાયેલી નિરાશા પક્ષના સંગઠનાત્મક માળખાને નબળું પાડી રહી છે.
પક્ષના કેટલાક વરિષ્ઠ સાંસદો અને નેતાઓએ સંગઠનાત્મક પદો પરથી રાજીનામાં આપવાનું શરૂ કર્યું છે. કાકોલી ઘોષન કે જે મમતાની નજીકના નેતા જ્ઞાતા હતા એમને પક્ષના બધા હોદા્ પરથી રાજીનામું આપ્યું છે અને અન્ય નેતાઓ કહે છે કે, પક્ષમાં ભંગાણ પડી શકે છે. પક્ષની આંતરિક કાર્યશૈલી, ભ્રષ્ટાચારના આરોપો અને નિર્ણયો લેવાની પદ્ધતિ સામે હવે જાહેરમાં અવાજ ઊઠવા લાગ્યો છે. સૌગત રોય જેવા વરિષ્ઠ નેતાઓ ભલે અત્યારે નેતૃત્વનો બચાવ કરી રહ્યા હોય, પરંતુ પક્ષમાં અંદરખાને ભારે અજંપો છે. અહીં પણ કોંગ્રેસની જેમ જ મમતા બેનરજીના વફાદારો (જૂની પેઢી) અને અભિષેક બેનરજીના સમર્થકો (નવી પેઢી) વચ્ચે એક ખેંચતાણ ચાલતી આવી છે. સત્તામાં હોવાને કારણે અત્યાર સુધી આ મતભેદો દબાયેલા રહ્યા હતા, પરંતુ આ મોટી હાર બાદ બંને જૂથો વચ્ચે જવાબદારી નક્કી કરવા મુદ્દે આંતરિક સંઘર્ષ ઉગ્ર બની શકે છે, જે પક્ષના ભાગલા તરફ દોરી જઈ શકે.
ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ પાયાના સ્તરે રાજકીય સમીકરણો બદલાયાં છે. ઘણા ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને લાગે છે કે જો તેઓ તૃણમૂલમાં રહેશે તો આગામી સમયમાં તેમનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી શકે છે. ખાસ કરીને જે વિસ્તારોમાં ભાજપ મજબૂત થયો છે, ત્યાંના ધારાસભ્યો પોતાની આગામી ચૂંટણીની ચિંતામાં પક્ષપલટો કરવા અથવા તો પક્ષથી અંતર રાખવાનું મુનાસિબ માની રહ્યા છે. અલબત્ત, મમતા બેનરજી પોતે સક્રિય થઈને નારાજ ધારાસભ્યો સાથે વ્યક્તિગત બેઠકોનો દોર શરૂ કરે અને પક્ષ પરની પકડ ગુમાવતાં બચાવવા માટે સંગઠનમાં મોટા ફેરફારો કરે તેવી શક્યતા છે.
તૃણમૂલનો વોટ શેર હજુય મજબૂત છે પણ સુવેંદુ અધિકારીની સરકાર તૃણમૂલનાં નેતાઓ સામે આકરી કાર્યવાહીઓ કરે એવા નિર્દેશ મળવા લાગ્યા છે. બંગલાદેશી ઘુસણખોરો સામે આકરાં પગલાં લેવાઈ રહ્યાં છે. આ બધાં કારણો તૃણમૂલને તોડવા માટે પૂરતાં છે. મમતા સામે એક જુના કિસ્સામાં કેસ થયો છે, જેમાં સનાતન ધર્મના અપમાનની વાત છે. ભાજપ સરકાર ગાળિયો કસી રહી છે અને એનું પરિણામ મમતા અને એની પાર્ટી માટે ઘાતક આવી શકે છે.
કર્ણાટકમાં આખરે મુખ્યમંત્રી બદલાયા
લાંબા સમયથી કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે એવી વાતો આખરે વાસ્તવિકતા બની છે. સિદ્ધારામૈયાએ રાજીનામું આપ્યું છે અને ડી. કે. શિવકુમાર નવા મુખ્યમંત્રી બન્યા છે. દક્ષિણમાં કેરળમાં સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસ મજબૂત તો બની છે પણ કર્ણાટકમાં સિદ્ધારામૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે સંતુલન સાધવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી. આખરે રાહુલ ગાંધીએ આપેલું રોટેશન પદ્ધતિનું વચન કોંગ્રેસ હાઈ કમાન્ડે નિભાવવું પડ્યું છે. અને ના થયું હોત તો ક્દાચ પક્ષમાં ભંગાણ પડી શક્યું હોત.
૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદથી જ ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે અઢી-અઢી વર્ષની પાવર-શેરિંગ ફોર્મ્યુલાની ચર્ચા ચાલતી હતી. હવે સરકારને ૩ વર્ષ પૂર્ણ થતાં, શિવકુમાર જૂથ આ પદ માટે મક્કમ હતું. હવે ડી. કે. શિવકુમાર કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બન્યા છે. સિદ્ધારમૈયા પદ છોડવા માટે રાજી નહોતા, પરંતુ રાહુલ ગાંધી સાથેની વન-ટુ-વન બેઠક બાદ તેઓ માની ગયા અને પદ છોડ્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના સત્તાવાર નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓ માટે એક ‘બ્રેકફાસ્ટ મીટિંગ’ યોજી બધા મંત્રીઓનો આભાર માન્યો ત્યારે જ શિવકુમારે એમને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં જાહેરાત થઇ.
પક્ષના આ નિર્ણયથી કેટલો ફાયદો થશે? ડી. કે. શિવકુમાર જેવા આક્રમક અને સંસાધનથી મજબૂત નેતા મુખ્યમંત્રી બનવાથી પક્ષમાં નવી ઊર્જા આવશે અને લાંબા સમયથી ચાલતી આંતરિક ખેંચતાણનો અંત આવશે. બીજી બાજુ, સિદ્ધારમૈયા કર્ણાટકમાં દલિત, લઘુમતી અને ઓબીસી સંગઠનનો મોટો ચહેરો છે. તેમની વિદાયથી કોંગ્રેસની આ પરંપરાગત વોટબેંકમાં ભાજપ અને જેડીએસ ગાબડું પાડી શકે એવી શક્યતા ખરી.
કર્ણાટકમાં સિદ્ધારમૈયાના સ્થાને ડી. કે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનો કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય માત્ર રાજ્ય પૂરતો સીમિત નથી, પણ તેની સીધી અને વ્યાપક અસરો ૨૦૨૯ની લોકસભા ચૂંટણીનાં રાષ્ટ્રીય સમીકરણો પર પડશે. કર્ણાટક એ દક્ષિણ ભારતમાં કોંગ્રેસ માટે સંસાધનો અને બેઠકો મેળવવાનો સૌથી મોટો ગઢ છે, તેથી આ સત્તાપરિવર્તન પક્ષ માટે ‘હાઈ-રિસ્ક, હાઈ-રિવોર્ડ’ (મોટું જોખમ, મોટો ફાયદો) સાબિત થઈ શકે છે. આ ફેરફાર દર્શાવે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ (રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે) હવે પ્રાદેશિક પક્ષો સામે ઝૂકવા માંગતું નથી અને નિર્ણયો લેવામાં મક્કમ છે.
જો ડી. કે. શિવકુમાર સરકારને કોઈ મોટા વિવાદ વિના ચલાવી શકે અને લોકસભામાં વધુ બેઠકો અપાવે, તો રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસનું કદ અને સોદાબાજી કરવાની શક્તિ ૨૦૨૯ માટે ઘણી વધી જશે. શિવકુમાર આગામી ૨ વર્ષમાં સિદ્ધારમૈયાના સમર્થકોને સાચવી રાખવામાં સફળ રહે છે, તો તેમનું ચૂંટણી મેનેજમેન્ટ કોંગ્રેસને ૨૦૨૮માં ધારાસભા અને ૨૦૨૯માં કર્ણાટકની ૨૮ લોકસભા બેઠકોમાંથી સિંહફાળો અપાવી શકે છે. પરંતુ જો આંતરિક જૂથવાદ વણસ્યો, તો પક્ષને દક્ષિણના આ સૌથી મોટા રાજ્યમાં મોટું રાજકીય નુકસાન સહન કરવું પડી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.