સને 2006 મા સુરત મા દરેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા છતાં ગુજરાત ગેસ કંપની ની સેવા અવિરત ચાલુ હતી. બીજી બધી સેવા ને અસર પહોંચી હતી પણ ગેસ સેવા ને અસર પહોંચી ન હતી આમ ગુજરાત ગેસ કંપની ની કામગીરી ની નોંધ લેવામાં આવી હતી. અડાજણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મીટર રીડિંગ માટે કોઈ કર્મચારી આવતા નથી જેથી એકસાથે બીલ આપવામા આવશે તો રહીશોને ખુબ જ મુશ્કેલી ઉભી થશે માટે તાત્કાલિક મીટર રીડિંગ લેવા માટે જરૂરી વ્યવસ્થા કંપની તરફથી કરવામાં આવે એવી વિનંતિ કરવામાં આવે છે.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.