સર્વધર્મ સમભાવ – સદભાવ અને સદ્ ભાવના ના ત્રાગડા અને નૌટંકીઓ.. સત્તા ના બંધાણી માટે ભલે હાથવગા હાથીયાર બન્યા, હોય પણ દરેક સમયે વાતાવરણમાં પલટો આવતાં જ ધર્મ ની ધજા એક જ દિશામાં ફરકતી નથી રહેતી.. પરિવર્તન સંસારનો નિયમ છે, એવી જ રીતે દરેક સત્તાધારીઓનો એક નિશ્ચિત કાળ હોય છે.ગમે એટલી ફાંકા ફોજદારી ના ફુગ્ગા ફોડતી કુદરત પણ એની પ્રચંડ શક્તિ – આગઝરતી ગરમીના પ્રકોપનો પરિચય સમયાંતરે આપતી રહી હતી..આપી રહી છે..અને આવનારા સમયમાં આપશે. એમાંય અલગ તારવણીઓ કરતા રહ્યા છીએ. પ્રત્યેક સમાજો ના જુદા જુદા વિસ્તારોમાં સ્થળ – કાળ – અને પરિસ્થિતિને અનુલક્ષીને સામાન્ય સામાજિક વાણી – બોલી – વ્યવહાર – વર્તણૂક – રીતરિવાજો – માણસ રહ્યા છીએ તો.. માણસની જરૂરિયાતો નું આયુષ્ય કેટલું ? .. કેટકેટલીક વાતો ના વણાટ જોડાયેલા છે.
સામેપક્ષે જરા તો..વિચારી જુઓ.. એક જ માનવભવમાં કેટકેટલી સંભાવના વિભાવના આભાસ વિરોધાભાસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શું..આપણે એક માત્ર સામાજિક પ્રાણી ની વ્યાખ્યામાં.. સજ્જન કે સન્નારી વેશે જ્યાં ઊભા છીએ ત્યાં.. ખરેખર માનનીય કે, વંદનીય બન્યા છીએ ખરાં ? વાચકોને મારો એકવાર શાંતચિત્તે આપણા જ મન ને પૂછવા જેવો સોનેરી સવાલ કરીશ. જો તમને જવાબ જડે અને તમારા મન ને કંઠે તો.. કાગળ કલમની સાક્ષી પૂરી છેડજો આગળ ચર્ચા ની વાત.
પંકજ શાં.મહેતા સુરત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.