દેશમાં જે રીતે વિકાસની બોલબાલા વધેલ છે તેના કારણે જાતિવાદો/સંપ્રદાયવાદીઓની બોલબાલા ઘટતી જાય છે, જેના મૂળ એક કારણમાં દેશના નિર્ણાયક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશના વિકાસ અને વિરાસત માટે સતત કાર્યરત કેન્દ્ર સરકાર ગણી શકાય જે માટે કેન્દ્ર સરકાર અભિનંદનને પાત્ર છે.
દેશના નીચેના વિકાસ નોંધપાત્ર ગણી શકાય
(1) દેશનો સૌથી લાંબો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ મેરઠથી પ્રયાગરાજનો 594 કિ.મી.નો બનેલ છે, જેનાથી ભૂતકાળના 11 કલાકની મુસાફરી હવે માત્ર 6 કલાકની બનેલ છે.
(2) દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યાનુસાર દેશમાં વર્ષ 2047 સુધીમાં 4000થી વધારે એરપોર્ટ હશે. વર્ષ 2014માં દેશમાં 70 એરપોર્ટ હતાં, જેનો આજનો આંકડો 160 એરપોર્ટનો થાય છે.
(3) કેન્દ્ર સરકારે દેશનાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ તૈયાર કરેલ છે, જે દેશનાં નાગરિકોને દુશ્મની આફતોના સમયે અને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપકારક બનનાર છે. આ સિસ્ટમથી દેશનાં સર્વે નાગરિકોના મોબાઇલ રીંગ વાગશે.
(4) અમદાવાદના અખબારનગરમાં 18 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનનાર છે. જ્યાંથી AMTS, BRTS, GSRTC અને મેટ્રોની એમ ચારેયની કનેકટીવી મળનાર છે.
(5) દેશમાં એક જ પાસવર્ડવાળો અને દેશના ચાર લાખ ટોટ સ્પોટવાળી પબ્લીક વાઇફાઇની વ્યવસ્થા થનાર છે. આ વાઇફાઇમાં વધુ સ્પીડવાળી વાઇફાઇનો વિકલ્પ અપાશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.