આપણે ત્યાં બાળક સાડા ત્રણ વર્ષનું થાય ત્યારથી તેને જુનિયર કે.જી થી ભણવા મુકી દઈએ છીએ.શા માટે ?કે તે મોટું થઈને સારી નોકરી મેળવી કે સારો વ્યવસાય કરી સારી કમાણી કરે અને તેનું જીવન સુખી થાય.ટૂંકમાં બાળકને લાંબે સુધી કે સારું ભણતર પુરું પાડવાનો મોટા ભાગના લોકોનો મકસદ ધન પ્રાપ્તિ છે.સરકારે પણ દસમાં ધોરણ સુધીનું શિક્ષણ ફરજીયાત કરેલ છે.પરંતુ દસમું ભણેલાનું કંઈ ઉપજતું નથી.કમ સે કમ બારમું ધોરણ અને હવે તો ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થવું પડે છે.તેમ છતાં સારા પગારની નોકરી મળી શકતી નથી.
જો કોઈ ડૉક્ટર બને તો પણ તે સેટ થાય ત્યાં સુધીમાં ત્રીસ વર્ષની ઊંમર થઈ જાય છે.વકીલાતમાં પણ સેટ થતાં વર્ષો નીકળી જાય છે.એક પ્રોફેસર પણ અઠ્ઠાવીસની આસપાસ પહોંચી જાય છે.બીજી તરફ નાની ઉંમરથી કોઈ ક્ષેત્રમાં કુશળ વ્યકિતને વધારે ભણવું પડતું નથી.આજની તારીખે આઈપીએલ માં રાજસ્થાનની ટીમ તરફથી રમી રહેલો વૈભવ સૂર્યવંશીને દસમા ધોરણની પરીક્ષા આપવાનો સમય નથી.તે પંદર વર્ષની ઊંમરે જ કરોડપતિ બની ગયો.
હવે તેને ભણવાની જરૂર ખરી? આપણા સચિન તેંડુલકર અને બીજા ઘણા ખેલાડીઓ ક્યાં વધારે ભણેલા છે!આપણાં ફિલ્મી કલાકારો, ગાયકો,પન્નાલાલ પટેલ જેવા સાહિત્યકારો,મહેશ-નરેશ જેવા કલાકારોને ક્યાં ભણવાની જરૂર પડી છે.મતલબ કે વધુ મોટી ડીગ્રી છતાં કમાણી મર્યાદિત અને ઓછું ભણતર છતાં અઢક કમાણી.એટલે જીવનમાં આગળ આવવા કે પ્રસિદ્ધિ મેળવવા કોઈ વિષયમાં નાનપણથી જ એક જ્ઞાન મેળવી લેવું જોઈએ કે વધારે નાણા કમાઈ શકાય.
ફક્ત ડીગ્રી પ્રાપ્ત કરી મોટા થઈને કમાઈ લઈશું એવા વિચારો રાખવાથી મધ્યમ વર્ગમાં જ રહી જવાશે.હવે સરકારે પણ આવડત જોઈને નોકરીઓ આપવી જોઈએ. નાની ઉંમરનો વ્યકિત પણ વૈભવની જેમ કાર્યકુશળ હોય તો સોળ વર્ષે પણ નોકરીને લાયક ગણાવો જોઈએ. પહેલાના સમયમાં રાજા ચૌદ વર્ષે ગાદી સંભાળી શકતા હતા તો અત્યારે પચ્ચીસ વર્ષ સુધી કેમ રાહ જોવાની.કેટલીકવાર એવો વિચાર આવે કે આવે આખું ભણતર મરજીયાત હોવું જોઈએ. ભણવાનું શા માટે?ફક્ત કોઈ એક વિષયની નીપુણતા મળે તેવી ટ્રેનિંગ હોવી જોઈએ. લતામંગેશકર બીકોમ થયાં હોત તો આપણને આટલાં સારાં ગાઈકા ન મળી શક્યાં ન હોત.
સુરત -પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.