ઇન્ટરનેટ ના યુગ માં કઇ વાત માં કેટલુ તથ્ય છે એ જાણવુ અતિ કઠીન છે. પરંતુ વિવિધ સ્થાન, વિવિધ સમયે અને વિવિધ માધ્યમો દ્વારા સાંભળવામાં આવ્યુ છે કે 24મી એ દિલ્હી ના લાલ કિલ્લા પર દેશભર ના વનવાસી બંધુઓ પોતાની સંસ્કૃતિ માટે લાખ્ખો ની સંખ્યા માં જવાના છે. આંદામાન – નિકોબાર જેવા દૂર-દરાજ ના ખૂણે ખૂણાથી પણ સૌ નિકળી ચૂક્યા છે. સાંભળવા માં આવ્યા અનુસાર વિવિધ ટ્રૈનો પણ દોડાવવાનુ આયોજન કરવા માં આવ્યુ છે. જે માં ની એક ટ્રૈન નવસારીની પણ છે.
વાસ્તવ માં જ જો આ વાત સાચી હોય તો એક વાત નો સંતોષ છે કે 1. દેવકીનંદન કાના ને ગોવર્ધન લીલા માં સહયોગ કરનારાઓ નો એ સમાજ કે 2. ભગવાન શ્રીરામ ની એ સેના હોય જેમા નલ-નીલ જેવા કુશળ અભિયંતાઓ કે પછી જામ્બુવાહન જેવા વરિષ્ઠ “જીવો” હોય (બળ-બુધ્ધિ કે દાતા ની તો બચ્ચા બચ્ચા ને ખબર છે) આ વનવાસી સમાજે પોતાના કૌશલ્ય અને શ્રધ્ધા થી સૌથી રક્ષા કરી છે. ઘણા ને ખબર હશે જ કે મહારાણા પ્રતાપ ની સેના પણ “ભીલ” ની જ બનેલી હતી. આપણા સોમનાથ દાદાની રક્ષા ના કાજે શહિદ થયેલો એ વેગડો ભીલ, જેની નાનકડી દેરી પણ મોજુદ છે. ખેર, દેર આયે દુરસ્ત આયે. જાગ્યા ત્યાર થી સવાર માની, ધર્મ અને સમાજ ખાતર બલિદાન આપનાર સમસ્ત સમાજ ને “જય જોહાર” લખી વિરમીશ.
સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.