Vadodara

રૂફટોપ સોલાર માટે 5 મનપસંદ મીટરિંગના વિકલ્પો મળશે

GERCએ ડ્રાફ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સોર્સિસ રેગ્યુલેશન્સ-2026 જાહેર કર્યો :

10 kW સુધી કોઈ મંજૂરીની પળોજણ નહીં :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

ગુજરાત વિદ્યુત નિયમનકારી આયોગ દ્વારા ગ્રીડ કનેક્ટેડ રિન્યુએબલ એનર્જી સોર્સિસ રેગ્યુલેશન્સ, 2026નો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 30 દિવસમાં વાંધા સૂચનો મંગાવાયા છે. પબ્લિક હિયરિંગ બાદ ગેઝેટમાં પ્રસિદ્ધિ પછી અમલવારી શરૂ થશે. 2016ના દાયકા જૂના સોલાર કાયદા રદ થશે.

ગ્રાહકોને અલગ અલગ પરિસ્થિતિને ધ્યાને રાખી 5 મનપસંદ મીટરિંગ વ્યવસ્થાનો વિકલ્પ મળશે. જેમાં નેટ મીટરિંગ એટલે કે તમે ઉત્પન્ન કરેલી અને વાપરેલી વીજળીના યુનિટ, નેટ બિલિંગ એટલે આયાત અને નિકાસ થયેલી વીજળીના મૂલ્યનો હિસાબ, ગ્રુપ નેટ મીટરિંગ એટલે જે તમારી એકથી વધુ પ્રોપર્ટી હોય, વર્ચ્યુઅલ નેટ મીટરિંગ એટલે સોલાર પ્લાન્ટ ગમે ત્યાં હોય અને ગ્રોસ મીટરિંગ એટલે કે ઉત્પન્ન થયેલી તમામ વીજળી ગ્રીડમાં વેચી દેવાની અને પોતાના વપરાશ માટે ખરીદવાની જેમ ચાલુ રહેશે. 10 કેવી સુધીની નાની સિસ્ટમોને કોઈપણ ટેકનિકલ સ્ટડી વગર સીધી જ મંજૂરી મળી જશે. આ ડ્રાફ્ટ મુજબ 10 કેવી સુધી કોઈ મંજૂરીની પળોજણ નહીં રહે ગ્રાહક દ્વારા એક વખત સરકારની પીએમ સૂર્ય ઘર યોજનાની સીધી ગતિ અપાયો અને સ્ટીક સુધારાનો પણ વધારે ફાયદો એમ મનાય છે. નેટ મીટરિંગ વધુ ફાયદાકારક લાગે તો ગ્રુપ નેટ મીટરિંગ વધુ ફાયદાકારક લાગે તો તે, દર વર્ષે સિસ્ટમમાં ફેરફાર નાકી શકો. એક ગ્રાહકીય વર્ષમાં આ ફેરફાર માત્ર એક જ વાર કરી શકાશે. જો કંપની મંજૂરીમાં મોડું કરશે તો પ્રતિદિન ગ્રાહકને રૂ.500 લેખે દંડ ચૂકવવો પડશે. જો ત્રીજા પ્રયત્નમાં સોલાર પેનલ મોડું થશે, તો ગ્રાહકને આજીવન પેનલ્ટી 3,500 રૂપિયે દંડ ચૂકવવો પડશે.

BOX :

મોટી સિસ્ટમ માટે બેટરી સ્ટોરેજ ફરજિયાત :

ગ્રોસ મીટરિંગ કે કન્ટ્રાક્ટ ડિમાન્ડ 100 kWથી વધુ હોય અને તેમાં તેમાંથી પણ મોટી સોલાર સિસ્ટમ લગાવતા હોય, તો તેમાંથી દરજિયાતપણે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ લગાવવી પડશે. જો સ્ટોરેજ ક્ષમતા વાટાઘાટ લોડના ઓછામાં ઓછા 50 ટકા હોવી જરૂરી છે.

Most Popular

To Top