Business

ઉનાળાનું અમૃત

કાળઝાળ ગરમીથી ભરેલા ઉનાળામાં લૂ ઝરતી ગરમીથી દરેક જીવમાત્ર ત્રાહિમામ્ પોકારે છે. આ ગરમીથી બચવા આપણે ઉપાયો શોધવા જ રહ્યા. ઉનાળામાં લોકો નાની મોટી બિમારીમાં સપડાય છે ત્યારે આનાથી બચવા આપણે ઠંડી ઠંડી છાસ પીને ગરમીથી બચવું જોઇએ. વળી ઉનાળામાં ઘણાં એવાં અમૃત છે જેનું સેવન કરવાથી આપણને ઠંડક મળે છે. કાચી કેરીનો બાફલો બનાવીને પણ લઇ શકાય, વળી લીલા નાળિયેરનું પાણી એટલે કે તરોફાનું પાણી પણ ઠંડક આપે છે. ખાસ કરીને ઉનાળામાં કાંદાની કચુંબર ખાવી જોઇએ. એનાથી લૂ લાગવાની શકયતા નહીંવત્ થઇ જાય છે.

એ જ રીતે લીંબુ સરબત પણ પી શકાય. વળી ઉનાળાનું ફળ કહી શકાય તેવું તરબૂચ પણ ખાવાથી ગરમીમાં રાહત મળે છે. વળી ગુલકંદ, કોકમનું સરબત પણ લેવાથી ગરમીની સમસ્યા ઓછી કરી શકાય છે. વળી કાંદા કેરીનો છૂંદો પણ ખાઇએ તો લૂ લાગતી નથી. આટલા બધા સરસ ઉપાયો આપણે સહેલાઇથી કરી શકીએ છીએ તો આપણે રેફ્રીજરેટરનાં ઠંડા પાણી અને બજારમાં મળતાં ઠંડા પીણાનો સમાવેશ કરવો જોઇએ.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

જોડિયાં રજવાડા ધરમપુર-વાંસદા
વિશ્વવિખ્યાત વીણાવાદક પ્રભાતદેવજી શાસ્ત્રીય સંગીતમાં સાધક છે તેમ હળવા સુગમ સંગીતમાં શંકરના સાથી એવા જયકિશનનો નાતો વાંસદા સાથે હોય, ઉપરાંત બંને રજવાડાંના રાજકીય અને કૌટુંબિક સંબંધ પણ રાગ દીપક અને રાગ મેઘમલ્હાર જેવા એક જ અંતરાત્માને પ્રગટ કરતા જોવા મળે છે. એમાં ભલે સંગીતનાં સાધન અનેક હોઇ શકે છે, પણ સાધના તો સદા એકરૂપ અનંત રામ અન્ય અખંડ ઓમ રૂપ છે.
ધરમપુર           – ધીરુ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top