ગુજરાતમાં ઉચ્ચ- મધ્યમ વર્ગને ચૂંટણીનાં પરિણામો કરતાં સાયન્સનાં પરિણામોમાં વધારે રસ હોય છે અને ટૂંક સમયમાં પરિણામો આવવા માંડશે. સ્કૂલનાં પરિણામો બાદ તો વેકેશન પડે છે તે સૌ ને મળી ગયાં છે. શું આપણે ક્યારેય પરિણામની ગુણવત્તાના આગ્રહી બનીએ છીએ. વિદ્યાર્થીના પરિણામની ચિંતા કે ચર્ચા કરીએ છીએ પણ બોર્ડ યુનિવર્સિટીનાં ઊંચાં પરિણામો, તેની ગુણવત્તાની ચર્ચા કરીએ છીએ? “શિક્ષણ મોંઘું નહીં પણ અઘરું હોવું જોઈએ. શિક્ષણ લાંબુ નહીં પણ ઊંડું હોવું જોઈએ.” “શિક્ષણ આપો ત્યારે સરળ અને મૂલ્યાંકન કરો ત્યારે કડક હોવું જોઈએ”. આ બધાં હવે સુવાક્યો છે. વધારે પડતું ઊંચું પરિણામ, પરીક્ષા અને મૂલ્યાંકન બન્ને માટે નિષ્ફળતાનાં સૂચક છે. આજે વિજ્ઞાન અને માહિતીના યુગમાં આમ તો દુનિયાભરમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સના અભ્યાસક્રમો લગભગ સરખા છે. યુરોપ કે અમેરિકાનાં મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે જે અભ્યાસક્રમ છે તે જ ભારતમાં પણ છે.
બ્રિટીશ અંગ્રેજીમાં માસ્ટર્સ કરતાં વિદ્યાર્થી અને ગુજરાત યુનિ.ના માસ્ટર્સ કરતાં વિદ્યાર્થી લગભગ સરખું જ ભણવાનું હોય છે પણ ભણાવાય છે જુદી રીતે. પરીક્ષણ જુદી રીતે થાય છે અને મૂલ્યાંકન જુદી રીતે થાય છે. અરે, બે દેશોની વાત ક્યાં કરવી! ભારતમાં જ દિલ્હી યુનિ., વડોદરા યુનિ. અને ઉત્તર ગુજરાત યુનિ.ના અભ્યાસક્રમો તો લગભગ સરખા જ છે પણ ડીગ્રી મેળવનારની ગુણવત્તા જુદી જુદી છે. ક્યારેય વિચાર્યું કે ભારતમાં કેમ મેડિકલ કરવા બધા નથી આવતા? કેમ આપણી યુનિવર્સિટીમાં અગ્રેજી વિષય સાથે માસ્ટર થયેલ વિદ્યાર્થી ટોફેલ કે અઈલેટસમાં પાસ નથી થતો? શા માટે આપણી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થવું સહેલું છે અને ટોફેલ જેવી પરીક્ષા અઘરી છે અને મૂળ મુદ્દો તો એ કે કેમ આ પરીક્ષાઓ આપો પછી જ વિદેશ જવા મળે? આપણા દેશની ડીગ્રી પર જવા ના મળે?
કારણ આપણા મૂલ્યાંકન સતત ગુણવત્તા ગુમાવતું જાય છે. હવે મુદ્દો એ છે કે આ ગુણવત્તાહીન ઊંચાં પરિણામો કોના લાભાર્થે છે? આ સરકારનો જથ્થાત્મક અભિગમ છે અને લોકપ્રિયતા માટેની જરૂર છે. પહેલાં સ્કૂલ બોર્ડનાં નીચાં પરિણામો માટે સરકાર ચિંતા નહોતી કરતી, હવે કરે છે કારણ આગળ સમજવા મળશે. ઊંચાં પરિણામોના બીજા લાભાર્થી છે સ્કૂલ-કોલેજના સંચાલકો. બાળક નાપાસ થાય તો તેનો આગળ ભણવાનો ઉત્સાહ ઓસરી જાય અને મા-બાપ પણ જો બાળક નબળું હોય તો આગળ ભણાવવાનું માંડી વાળે, પણ જો પાસ થાય અને તે પણ માફકસરના માર્કથી તો મા-બાપ જોડતોડ કરીને પણ તેને આગળ ભણાવે. હવે ખાનગીકરણના યુગમાં સરકારે સરકારી શાળા-કોલેજો તો વધારી નથી એટલે બાળક જવાનો ખાનગી શાળા-કોલેજમાં. એટલે ઊંચાં પરિણામો (ઓછા ટકાવાળાં) સંચાલકોને ફાયદો કરાવનારાં અને હરખાવનારાં હોય છે.
સરકાર અને સંચાલકોને ઊંચાં પરિણામમાં રસ હોય છે તેવું તો તમે સાંભળ્યું હશે પણ આપણે ત્યાં નોકરી ટકાવવા માટે પણ ઊંચાં પરિણામ જોઈએ છે એટલે શિક્ષકો અને અધ્યાપકો ફાજલ ના પડે તે માટે પણ વિદ્યાર્થીઓ તો જોઈએ જ! તો ઊંચાં પરિણામના ત્રીજા લાભાર્થી આ છે. જ્યાં જ્યાં પરીક્ષણ અને મૂલ્યાંકનમાં આ પરિબળ મહત્ત્વનું થાય છે ત્યાં. અલ્યા પાસ કરજો નહીં તો આપણે જ છૂટા થવાનું આવશે” ના નામે વધુ પાસ કરાય છે તો ઊંચાં પરિણામના કહેવાતા બે લાભાર્થી વિદ્યાર્થીઓ અને વાલી તો બિચારા હોળીનું નાળિયેર છે. કોઈકના ધંધા માટે તેમને ફૂલેકે ચડવાના છે. બાકી આ શિક્ષણ માટે ચાલતું તંત્ર નથી. અહીં કોઈને શિક્ષણ સુધરે તેમાં રસ નથી.
અભ્યાક્રમો સરળ કરો, પછી પરીક્ષા પદ્ધતિ સરળ કરો, પછી મૂલ્યાંકન ઉદાર કરો, કાંઈ પણ કરો. મોટી સંખ્યામાં પાસ કરો અને પછી આના આ જ કહેશે કે એન્જીનીયર બેકાર છે. એમ.એ.-બી.એડ. થયેલા બેકાર છે, પણ કોઈ એમ નહીં કે આ ખરેખર જ બેકાર છે. ચિંતા કરો, સોમાંથી નેવું પાસ થાય તેની ચિંતા કરો. આપણા બાળકને તેની આવડત કરતાં વધુ મળતું થાય તેની ચિંતા કરો. વિદ્યાર્થી નબળો હોય તે દેખાય પણ શિક્ષક અધ્યાપક કે શિક્ષણની મૂળ વ્યવસ્થા જ નબળી હોય એ જલ્દી ના દેખાય. શિક્ષણને ઊંચું લાવો, પરિણામને નહીં. વરસ ના બગડ્યું તેનો આનંદ ટૂંકા ગાળાનો છે, પણ આવડત વગરની ડીગ્રી લાંબા ગાળાનું નુકસાન કરે છે. તુલસીદાસનો એક દોહો છે કે
“દુર્જન કઈ કરુણા બુરી, ભલો સજનકો ત્રાસ. જબ સુરજ ગરમી કરે તબ બરસન કઈ આસ!” મતલબ કોઈ અમસ્તું તમને મદદ કરે, તમને મફતના લાભ આપવાની વાત કરે, યોગ્યતા વગરનું માન આપવા માંડે તો ચેતજો. બજારમાં સોનું પચાસ હજારનું તોલો હોય અને તમને કોઈ હજાર રૂપિયામાં આપવામાં તૈયાર થાય તો તમે તરત ચેતો કે નહીં? જે નથી ચેતતા તે છેતરાય છે કે નહીં? તો આ તો સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. જ્ઞાન છે, આવડત છે. એ આવડ્યાનું પ્રમાણપત્ર તમને એમને એમ કોઈ આપવા માગે છે તો ચેતવાનું કે છેતરાવાનું? વિચારો તો ખરા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.