IPL દરમિયાન દરેક ડોટ બોલ પર 500 વૃક્ષો વાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ એક સરાહનીય પહેલ લાગે છે, પરંતુ હકીકતમાં આ વૃક્ષો ક્યાં વાવવામાં આવ્યા છે તેની કોઈ સ્પષ્ટ માહિતી, સત્તાવાર રિપોર્ટ અથવા જાહેર હિસાબ ઉપલબ્ધ નથી. 2023 થી 2026 વચ્ચે લાખો વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં જમીન પર તેની સ્પષ્ટ સાક્ષી જોવા મળતી નથી. આ પરિસ્થિતિ પારદર્શિતાના અભાવ અને સંભવિત ગેરરીતિઓ તરફ ગંભીર સંકેત આપે છે. બીજી તરફ, Great Nicobar Island ખાતે ચાલી રહેલા બંદર પ્રોજેક્ટ માટે મોટા પાયે જંગલો કાપવાના સમાચાર સામે આવ્યા છે. વિકાસના નામે પર્યાવરણનો બલિદાન આપવું યોગ્ય છે કે નહીં, તે અંગે ખુલ્લી ચર્ચા અને જવાબદારી જરૂરી બની છે. આ સમગ્ર મુદ્દો માત્ર એક પ્રોજેક્ટ અથવા એક ઇવેન્ટ પૂરતો સીમિત નથી, પરંતુ દેશની પર્યાવરણીય નીતિઓ, સામાજિક જવાબદારી અને જાહેર વિશ્વાસ સાથે સીધો સંબંધ ધરાવે છે.
સુરત – આશિષ ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે
કોણ પૂછે?
અમિરી ની બોલબલા છે જગ મા અહીં, સાચા ગરીબજનો નો ભાવ અહીં કોણ પૂછે ? ઉગતા સુરજ ની લાલીમાની બોલબાલા છે, ડૂબતા સુરજ નો ભાવ અહીં કોણ પૂછે ? પથ્થરની મૂર્તિ સામે છપ્પનભોગ ધરાવાય છે, કરોડો ભૂખ્યાજનો ના પેટનો ભાવ કોણ પૂછે? બંગલા વાસી પાખંડી વ્યક્તિની બોલબલા છે, સાચા સંતની ઝુંપડીનો ભાવ અહીં કોણ પૂછે? ઢોંગી ભક્તોની ભક્તિની અહીં બોલબાલા છે, સાચાભક્તો ની ભક્તિનો ભાવ અહીં કોણ પૂછે? દુર્જન ની દુર્જનતા સામે ઝુકે છે અહીં લોકો, સજ્જનની સજ્જનતા નો ભાવ અહીં કોણ પૂછે? ડિસ્કો અને ડીજે માં ખોવાયા છે લોકો “યોગી”પ્રાચીન ભજનો નો ભાવ અહીં કોણ પૂછે?
સુરત – યોગેન્દ્ર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે