Gujarat

સુરતમાં કમળનો કબજો, હાથ હાર્યો અને ઝાડુ ગાયબ, જાણો વોર્ડવાઇઝ વિજેતાઓના નામ…

ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો લાંબા સમયથી ભાજપ માટે મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ આ હકીકતને વધુ મજબૂત બનાવી છે. છેલ્લા લગભગ 30 વર્ષથી સુરત પર શાસન કરતી ભાજપને મતદારો ફરી એકવાર વિશ્વાસ આપીને આગામી પાંચ વર્ષ માટે સત્તા સોંપી છે. ચૂંટણી પહેલા ચર્ચા હતી કે આમ આદમી પાર્ટી ભાજપને કડક ટક્કર આપશે, પરંતુ પરિણામોએ આ દાવાઓને ખોટા સાબિત કર્યા. AAPનું પ્રદર્શન ગત ચૂંટણી કરતાં પણ નબળું રહ્યું, જ્યારે કોંગ્રેસ પણ અસરકારક હાજરી નોંધાવી શકી નથી. 120 બેઠકો માટે થયેલા સરેરાશ 59.21% મતદાન બાદ ભાજપે 115 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી. AAP 27માંથી ઘટીને માત્ર 4 બેઠકો પર આવી ગઈ, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી. કેટલાક વોર્ડમાં ઉલટફેર જોવા મળ્યો હોવા છતાં, કુલ મળીને ભાજપનો એકતરફી દબદબો રહ્યો. ખાસ કરીને ભાજપની પેનલનો સરેરાશ 17,000 મતની જંગી સરસાઇથી વિજય થયો અને બહુ ગાજેલા અપક્ષને 5,119 મત જ મળ્યાં આ પરિણામ દર્શાવે છે કે ભાજપનું સંગઠન મજબૂત છે અને મતદારોનો વિશ્વાસ યથાવત છે, જ્યારે વિપક્ષ માટે આ ચિંતાજનક સંકેત છે.

વોર્ડ નંબર 1 જહાંગીરપુરા વરીયાવ છાપરાભાઠા કોસાડ ( ભાજપ )

  • નયનાબેન ડોબરીયા 37,144
  • ભાવિશાબેન પટેલ 35,993
  • વિજય ભાટિયા 33,555
  • રાજેન્દ્ર પટેલ 39,102

વોર્ડ નંબર 2 અમરોલી મોટા વરાછા કઠોર (ભાજપ)

  • ચંદ્રિકાબેન આસોદરીયા 41,555
  • મનિષાબેન ખેર 37,285
  • જૈનેસ જાદવ 37,844
  • મનુ બલર 37,072

વોર્ડ નંબર 3 વરાછા સરથાણા સીમાડા લસકાણા (ભાજપ)

  • મીતાબેન પટેલ 34,068
  • કાવ્યા કથીરિયા 38,560
  • વિશાલ રાઠોડ 33,695
  • સુરેશ ધામેલીયા 34,349

વોર્ડ નંબર 4 કાપોદ્રા (ભાજપ)

  • હેતલબેન પરમાર 15,935
  • હંસાબેન ગજેરા 15,451
  • અરવિંદભાઈ કાકડીયા 17,661
  • મહેશભાઈ કાકડીયા 16244

વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વનીકુમાર ( ભાજપ )

  • જયશ્રીબેન વોરા 18,987
  • સ્વાતિ પટેલ 16,749
  • ડોક્ટર વિષ્ણુ દેસાઈ 16,923
  • મહેન્દ્ર દેસાઈ 18,361

વોર્ડ નંબર 6 કતારગામ ( ભાજપ )

  • જયશ્રી વરિયા 26,604
  • કેટ દેસાઈ 25,921
  • દક્ષેશ માવાણી 25,196
  • રમેશભાઈ બોરડ 23,735

વોર્ડ નંબર 7 કતારગામ વેડ ( ભાજપ )

  • સોનુબેન આંબલીયા 25,079
  • દેવયાની ઠુંમર 25,003
  • ઈશ્વર નારોલા 27,653
  • રઘુ ખૂંટ 23,927

વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોર ( ભાજપ )

  • વંદના ઘોઘારી 27,079
  • માયા પાટીલ 26,546
  • ભૂપેન્દ્ર રાઠોડ 27,427
  • પરેશ સાકરીયા 30,112

વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુર ( ભાજપ )

  • નેન્સી શાહ 32,846
  • હીનાબેન ટાંક 32,011
  • રાજન પટેલ 33,324
  • દિગ્વિજયસિંહ બારડ 34,918

વોર્ડ નંબર 10 અડાજણ પાલ ઈચ્છાપોર ( ભાજપ )

  • મીનાક્ષી પપૈયા 36,295
  • ઉર્વશી પટેલ 41,447
  • રાજુ પ્રિયદર્શી 36,131
  • નિલેશ પટેલ 39,049

વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટ ( ભાજપ )

  • અલ્પા મહેતા 27,581
  • વૈશાલીબેન શાહ 25,772
  • પરિમલ ચાસીયા 25,762
  • હર્ષ મહેતા 23,298

વોર્ડ નંબર 12 નાણાવટ સૈયદપુરા કુબેર નગર મહીધરપુરા ( 3 ભાજપ -1 કોંગ્રેસ )

  • હેમાલી ચૌહાણ 20,489
  • આરતીબેન પટેલ 21,624
  • કિશોરભાઈ મયાણી 20,832
  • અરસદ જરીવાલા ( કોંગ્રેસ ) 20,769

વોર્ડ નંબર 13 વાડીફળિયા નવાપુરા બેગમપુરા સલાબતપુરા ( ભાજપ)

  • મોહિનીબેન કંથારીયા 26,270
  • મનિષાબેન મહાત્મા 27,631
  • સંદીપ ચલકવાલા 27,109
  • સંજય દલાલ 28,739

વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી ( ભાજપ )

  • સરોજબેન પટેલ 14,215
  • માયાબેન માવાણી 14,375
  • સતિષભાઈ મૈસુરિયા 15,122
  • અનિલભાઈ સોજીત્રા 15,970

વોર્ડ નંબર 15 કરંજ મગોબ (ભાજપ)

  • મનીષા આહીર 14,347
  • ઉષાબેન પંડ્યા 12,506
  • ધર્મેન્દ્ર ભાલાળા 14,013
  • મહેશ મકવાણા 12,664

વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ (ભાજપ)

  • સંગીતાબેન પરમાર 12,974
  • રીટાબેન પટોડીયા 13,747
  • એડવોકેટ વિક્રમ દેગામા 13,146
  • જગદીશ સુતરીયા 14,720

વોર્ડ નંબર 17 પુણા પૂર્વ ( આપ )

  • અસ્મિતાબેન ધોરાજીયા 22,336
  • રચના હિરપરા 22,479
  • પંકજ ચાવડા 22,289
  • ધર્મેશ ભંડેરી 23,616

વોર્ડ નંબર 18 લિંબાયત પરવટ કુંભારિયા (ભાજપ)

  • વિધિબેન રાઠોડ 19,749
  • હીનાબેન વાછાણી 18,479
  • દિપક રબારી 14,013
  • દિનેશ પુરોહિત 12,964

વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલ ( ભાજપ )

  • અનિતા રાણા 25,263
  • જયશ્રીબેન પટેલ 24,299
  • અશોકકુમાર શાહ 24,228
  • રમેશભાઈ પટેલ 23,298

વોર્ડ નંબર 20 ખટોદરા મજુરા સગરામપુરા (ભાજપ)

  • પ્રતિભાબેન દેસાઈ 24,919
  • હીનાબેન તાલીયા 23,920
  • રાજેશ રાણા 23,294
  • રાજનીલ દેસાઈ 24,067

વોર્ડ નંબર 21 સોનીફળિયા નાનપુરા અઠવા પીપલોદ (ભાજપ)

  • ડિમ્પલ કાપડિયા 30,385
  • સુમનદેવી ગર્ગ 27,952
  • અશોક રાંદેરીયા 32,446
  • વ્રજેશ ઉનડકટ 29,221

વોર્ડ નંબર 22 ભટાર વેસુ ડુમ્મસ (ભાજપ)

  • શીતલબેન પટેલ 34,614
  • રશ્મી સાબુ 33,720
  • દીપેશ પટેલ 39,508
  • હિમાંશુ રાઉલજી 32,876

વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તર(ભાજપ)

  • ગીતાબેન રબારી 17,331
  • ઉર્મિલા ત્રિપાઠી 18,396
  • ડોકટર દીનાનાથ મહાજન 16,604
  • દેવેન્દ્ર બોકડીયા 15,995

વોર્ડ નંબર 24 ઉધના દક્ષિણ (ભાજપ)

  • ભાવનાબેન શાહ 20,922
  • માયાબેન બારડ 20,673
  • કેયુર પટેલ 24,257
  • રવિન્દ્ર ખેરનાર 19,741

વોર્ડ નંબર 25 લિંબાયત ઉધના યાર્ડ ( ભાજપ )

  • કવિતા એનાગુંદલા 14,266
  • સુષ્મા પાટીલ 16,780
  • સંજય પાટીલ 15,755
  • જયેશ ચાંદેકર 14,568

વોર્ડ નંબર 26 ગોડાદરા ડીંડોલી ( ઉત્તર ) ભાજપ

  • વર્ષાબેન બલદાણીયા 22,749
  • અલકાબેન પાટીલ 23,663
  • અમિતસિંગ રાજપુત 25,666
  • ડોકટર નરેન્દ્ર પાટીલ 23,574

વોર્ડ નંબર 27 ડીંડોલી દક્ષિણ (ભાજપ)

  • પ્રતિભાબેન પટેલ 22,661
  • અંજલિ ઉપાધ્યાય 25,530
  • સુધાકર ચૌધરી 22,253
  • ભાઈદાસ પાટીલ 21,237

વોર્ડ નંબર 28 પાંડેસરા ભેસ્તાન (ભાજપ)

  • કામિની પટેલ 16,435
  • રાજકંવર રાઠોડ 13,196
  • મનીષભાઈ પટેલ 13,545
  • પંકજભાઈ જાદવ 14,003

વોર્ડ નંબર 29 અલથાણ બમરોલી વડોદ (ભાજપ)

  • સુધા પાંડે 17,137
  • સુહાની યાદવ 16,081
  • મેહુલ પટેલ 18,084
  • ધર્મેશ પટેલ 19,862

વોર્ડ નંબર 30 કનસાડ સચિન ઉન આભવા (ભાજપ)

  • રીના રાજપૂત 27,155
  • આરતી ચૌધરી 26,629
  • ભરત પટેલ 25,642
  • ચિરાગ સોલંકી 25,999

Most Popular

To Top