Savli

સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય

મતદારોનો ભાજપ તરફ ઝોક સ્પષ્ટ, કાર્યકરોમાં આનંદની લાગણી
જીત બાદ સમર્થકો દ્વારા ઉજવણી, શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો

વડોદરા:
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નં. 1માં ભાજપની પેનલે જીત નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી, જેમાં અંતે ભાજપના ઉમેદવારોને મતદારોનો સારો પ્રતિસાદ મળતાં વિજય હાંસલ થયો હતો.
જીતની જાહેરાત થતા જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યકરોએ એકબીજાને અભિનંદન પાઠવી ઉજવણી કરી હતી. આ જીતને સ્થાનિક સ્તરે સંગઠનની મજબૂતી અને મતદારોના વિશ્વાસ તરીકે જોવામાં આવી રહી છે.
સાવલી નગરપાલિકાની ચૂંટણીના અન્ય વોર્ડોના પરિણામોને લઈને પણ રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી પરિણામો પર સૌની નજર ટકેલી છે.

Most Popular

To Top