Charchapatra

લોકશાહી પર્વ ની ઉજવણી

દેશમા રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવે છે.૨૬મી જાન્યુઆરી એ દેશ પ્રજાસત્તાક બન્યો, ૧૫મી ઓગસ્ટ એ સ્વતંત્ર થયો. આ બન્ને પર્વ ની ઉજવણી,દેશ ગુલામી ની જંજીર માથી, તમામ કોમ, ધર્મ, સંપ્રદાય ના લોકોએ મુક્ત કરવા બલિદાન આપ્યાં હતા અને દેશમા લોકશાહી ની સ્થાપના થઈ.તેના ફળસ્વરપે ઉજવણી કરવામાં આવે છે. લોકશાહી પર્વ ની ઉજવણી એટલે ચૂંટણી, રાજકીય પક્ષો ના ચૂંટણી લડતા હરીફ ઉમેદવાર વચ્ચે હરીફાઈ. પુખ્ત વયના મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી હરીફ ઉમેદવાર ને ચૂંટી કાઢે છે. ચૂંટાયેલા જન પ્રતિનિધિ દ્રારા દેશનું વહીવટ કરવામાં આવે છે આમ ઉકત બે રાષ્ટ્રીય પર્વ ની ઊપરાંત ત્રીજો લોકશાહી પર્વ એટલે ચૂંટણી.
સુરત     – ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

નિરક્ષરતા એ વિવેકબુધ્ધિનો અભાવ સૂચવે છે
વારંવાર બ્રિટનના ચર્ચિલે ઢોલનગારાં વગાડીને કહ્યું હતું કે ભારત લોકશાહીને લાયક નથી. લોકશાહી એટલે આપખુદશાહી. મની અને મસલ પાવરથી ચૂંટાતાં સાંસદો એવા ઠરાવો પસાર કરશે કે ભૂવો પોતાના ઘર ભણી જ નાળિયેરનો ઘા કરશે. કરોડપતિ સાંસદો ધારાસભાની ટીકીટ મોં માંગ્યા દામે ખરીદશે. તેઓ કદી પોતાના મત વિભાગમાં ફરકશે પણ નહિ. આપણે જ બુધ્ધિવિહીનો આપણા જ પગ પર કુહાડો મારે છે અને પાંચ વર્ષ સુધી હૈયાવરાળ ઠાલવવાનો કોઇ અર્થ નથી. સંમોહિત પ્રજા રેવડીથી ખરીદાય છે.
સુરત              – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top