Gujarat

મતદાન માટે 1 લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ

ગાંધીનગર: રાજ્યમાં આગામી તા.26મી એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્ત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સમાં સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરી તમામ પોલીસ વડાઓને જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યભરમાં મોટા પાયે ફોર્સ તૈનાત કરવામાં આવશે. ૧ લાખથી વધુ સુરક્ષા કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વિડીયો કોન્ફરન્સ દરમિયાન ડો. કે. એલ. એન. રાવે તમામ શહેરના પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ વડાઓને કડક સૂચનાઓ આપી છે. જેમાં ચિહ્નિત થયેલા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ કરવું અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સતત દેખરેખ રાખવી, આંતર-જિલ્લા અને રાજ્યની સરહદો પર ચેકિંગ સઘન બનાવી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી, કોઈપણ ટેકનિકલ ખામી વગર પોલીસ યુનિટો વચ્ચે સંવાદ જળવાઈ રહે તે માટે તમામ ટીમોને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે.

સુરક્ષા કવચ: હોમગાર્ડ અને જી.આર.ડી.: ૫૯,૫૨૫ જવાનોની ફાળવણી
વધારાની પોલીસ ફોર્સ: ૪૧,૩૮૩ વધારાના જવાનોને સુરક્ષા ફરજ પર મુકાશે.

ચૂંટણીનો વ્યાપ અને સંચાલન
૧૫ મહાનગરપાલિકાઓ
૮૪ નગરપાલિકાઓ અને ૧૩ નગરપાલિકાની પેટાચૂંટણી
૩૪ જિલ્લા પંચાયતો
૨૬૦ તાલુકા પંચાયતો

Most Popular

To Top