બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એ ફિલ્મ બાઝીગરથી પોતાની એક્ટિંગની કારકીર્દીની શરૂઆત કરી હતી જે ૧૯૯૩ માં આવી હતી. શિલ્પા તે બાઝીગર ફિલ્મના એક શોટ દરમિયાન HMT લાઈટથી દાઝી ગયાની ઘટના યાદ કરે છે. તે કહે છે કે, મારી પીઠ HMT લીટથી દાઝી ગઈ હતી. શોટ એમ હતો કે મારે ફ્રેમમાંથી નીકળવાનું હતું અને પાછળ એક બેબી લાઈટ મૂકી હતી જેને મારી પીઠ સ્પર્શી ગઈ. દાઝ્યા હોવ ત્યારે તરત તમને ખ્યાલ આવતો નથી, પરંતુ જ્યારે તમને બળતરા શરૂ થાય છે ત્યારે જ ખબર પડે છે. દાઝી ગઈ હોવા છતાં, તેણે કોઈ પણ જાતનો હોબાળો કર્યો નહીં અને કામ ચાલુ રાખ્યું. એટલું જ નહિ

, તે બીજા દિવસે પણ શૂટ માટે હાજર થઇ ગઈ. તે યાદ કરતા કહે છે કે,” બીજા દિવસે મારે જે આઉટ ફીટ પહેરવાનો હતો તે હું પહેરી શકતી ન હતી કારણ કે હું દાઝી ગઈ હતી. એટલે મેં તે આઉટ ફીટ આગળથી પહેરી લીધો અને પાછળથી સિલાઈ કરવા કહ્યું જેથી મારે ઝીપ મારવી ન પડે. બોલિવૂડમાં નિર્માતાઓએ તેને કામ આપ્યું તેની પાછળનું કારણ જણાવતા શિલ્પા કહે છે કે, મને કામ મળ્યું કારણ કે લોકોએ મારી મહેનત જોઈ. ગમે તે પરિસ્થિતિ હોય હું કામ ચોક્કસ કરીશ. મેં મારા જીવનમાં એટલી સખત મહેનત કરી કે મારા કારણે બીજા કોઈને નુકસાન ન થાય. શિલ્પા મને છે કે તેના આ અભિગમને કારણે તે ૩૨ વર્ષ લાંબી કારકિર્દી બનાવી શકી. શિલ્પા શેટ્ટીને છેલ્લે ૨૦૨૪ માં આવેલી વેબ સીરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવામાં આવી હતી. આ શો રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સનો પણ હિસ્સો હતો કે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોયએ પણ કામ કર્યું હતું. •