Business

લિફટ બીજી દુનિયામાં પણ લઇ જઇ શકે છે

ફલેટ કે બંગલાની કે ઘરની લિફટ જેટલી ફાયદાકારક છે. તેટલી જ તેથી કાળજી ન રાખો તો નુકસાનકારક પણ બની શકે છે.પ્રથમ તો લિફટથી કેપેસીટી (અંદર ઊભા રહેવાથી વ્યક્તિ) કરતા 1 થી 2 વ્યક્તિએ ઓછા જવું-ઘણી વાર નીચે જવાનું હોય અને ઉપરવાળો બટન દબાવે તો ઉપર ચાલી જાય છે ત્યારે ગભરાવું નહીં. બની શકે તો લિફટના દરવાજા અને તમારું અંતર 1 ફૂટ દૂર રાખો. લિફટ 6 મહિને 1 દિવસ મેઇન્ટેનન્સમાં રાખો ને દિવસે ઓઇલથી સર્વિસ કરાવો.

લિફટનો દરવાજો ખુલ્યા પછી સાચવીને ઊતરો ત્યાં સુધી દરવાજાનું લોકર (બટન) બંધ રાખો. નહીં તો ઘણી વાર ઊતરતાં ઊતરતા કોઈ અગમ્ય કારણસર ઉપર ચાલી જાય છે. દૈનિક પેપરમાં આવે છે કે લિફટમાં ફસાઈ ગયા. લિફટ અધવચ્ચે બંધ થઇ ગઇ ત્યારે ગભરાટ થાય છે. આવા સમયે પેસેન્જરને શારીરિક નુકસાન તથા ગંભીર ઘટના પણ બને છે ત્યારે પાછો કહું છું કે આપ રહોગે સાવધાન તો નહીં હોયેગા નુકસાન.
સુરત     – મહેશ ડોકટર     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top