વડોદરા : વડોદરામાં કોરોનાંના વધતા જતા કહેર વચ્ચે મૃતદેહોની અંતિમક્રિયા માટે પણ શહેરના સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.તેવામાં શહેર નજીક ઉંડેરા સ્મશાનમાં કોવિડ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને ઉંડેરા સ્મશાનગૃહ ખાતે કરવામાં આવતા કોરોનાં મૃતદેહોની અંતિમક્રિયાનો સખત વિરોધ કર્યો હતો.
ગુરુવારે મોડી રાત્રે શહેર નજીક ઉંડેરા સ્મશાનગૃહમાં કોરોનાંથી સંક્રમિત મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવતા ગ્રામજનો વિફર્યા હતા.ટોળેટોળા રસ્તા પર આવી જતા પોલીસ પણ દોડતી થઈ હતી.જોકે ગ્રામજનોએ અહીં કોરોનાં મૃતદેહોનો નિકાલ નહીં કરવા સાથે તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જ્યારે બીજા દિવસે પણ મહિલા સામાજીક કાર્યકર જોગેશ્વરી મહારાઉલની આગેવાનીમાં ગ્રામજનોએ ઉંડેરા સ્મશાનને બંધ કરી તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. અને સત્તાધારી પક્ષને આડેહાથ લઈ તેઓ સામે આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.જોગેશ્વરી મહારાઉલે જણાવ્યું હતું કે વડોદરા મહાનગર પાલિકામાં ઉંડેરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.હાલમાં કોરોનાં મહામારી ફેલાઈ છે.
જેને પણ એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે.અને આ નેતાઓએ જે રીતે પ્રસાશન દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે.તેનો સદંતર ભંગ કર્યો છે.તેઓએ શા માટે ચૂંટણીઓની રેલીઓ કાઢી અને તેના કારણે કોરોનાં સંક્રમણ ફેલાયું.ઉંડેરા ગામનો પાલિકામાં જબરજસ્તીથી સમાવેશ કરી દીધો.
તે સમયે પણ અમારો વિરોધ હતો અને આજે પણ છે જ. તેમ છતાં અહીં કોરોનાં મૃતદેહોની અંતિમક્રિયા ઉંડેરા સ્મશાનમાં કરવામાં આવી રહી છે.સ્મશાન સામે જ 4 હજાર જેટલા મકાનો આવેલા છે. કોરોનાં મૃતદેહોના નિકાલ બાદ પીપીઈ કીટને ખુલ્લામાંજ ફેંકી દેવાઈ છે. અંતિમક્રિયા કરવામાં આવશે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.