Gujarat

અમદાવાદમાં બેફામ BMW કાર બસ સ્ટેન્ડમાં ઘૂસી

અમદાવાદ : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આજે પૂરપાટ ઝડપે દોડતી BMW કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા એક રીક્ષાને જોરદાર ટક્કર મારી કાર રસ્તાના બાજુમાં આવેલા AMTS બસ સ્ટેન્ડમાં ઘુસી ગઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરના નિકોલ વિસ્તારમાં એક બીએમડબલ્યુ કારનો ચાલક પુરઝડપે પસાર થઈ રહ્યો હતો, ત્યારે ભક્તિનગર પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષાને ટક્કર મારી કાર બાજુના એએમટીએસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા અને સ્થળ પર ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનામાં બસ સ્ટેન્ડના પતરાં અને લોખંડના એન્ગલોમાં ભારે નુકસાન થયું છે.

Most Popular

To Top