Vadodara

વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો

ક્રિકેટ મેચમા બોલ ધીમે નાખવા કહેતા હારી રહેલી ટીમ અકળાઈ, ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી અંધારામાં પાઇપના ફટકા માર્યા, ઘવાયેલા ત્રણ લોકોને તાત્કાલિક સયાજી હોસ્પિટલમા ખસેડાયા

વડોદરા તારીખ.16

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા હીરાભાનગર ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમા બોલ ધીમે નાખવાની કોમેન્ટ કરતા હારી રહેલી ટીમ ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યારબાદ ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી અંધારામાં સામેની ટીમના કેપ્ટન તેના બનેવી અને ભાણેજ પર લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘવાયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા વિસ્તાર પાસે રહેતા ચિરાગ ઉર્ફે ધર્મેશભાઈ કિશોરભાઈ કહારે નોંધાવેલી ફરિયાદ મુજબ 15 એપ્રિલ 2026ના રોજ વાઘોડિયા રોડ પર આવેલા હીરાભાનગર ગ્રાઉન્ડ ખાતે કાલ ભેરવ અને દ્વારકાધીશ-11 ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ચિરાગ કહાર પોતાની ટીમના કેપ્ટન તરીકે રમવા માટે હાજર હતા.
મેચ દરમિયાન કાલ ભેરવ ટીમે વિરોધી ટીમને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરી જીત તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન ચિરાગના બનેવી નરેશ ઉર્ફે લાલી દ્વારા કરાયેલી કોમેન્ટને લઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી.
આ દરમિયાન સામેવાળી ટીમના લોકોએ અચાનક ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી દેતાં સમગ્ર વિસ્તારમા અંધારુ છવાઈ ગયુ હતુ. ત્યારે આ અંધારાનો લાભ લઈ કરસન રબારી,હર્ષદ ભરવાડ તથા રીતુ નામના વ્યક્તિએ લોખંડના પાઈપથી ચિરાગ કહારના માથામાં લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. ચિરાગ કહાને છોડાવવા વચ્ચે પડવા આવેલા નરેશ ઉર્ફે લાલી તથા ચિરાગના ભાણિયા હર્ષ નરેશ કહારને ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ગ્રાઉન્ડ પર ભારે હોબાળો નથી જતા આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયુ હતુ. જેમા હુમલાખોરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. હુમલામાં ગવાયેલા શાળા બનેવી અને ભાણિયાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ચિરાગ કહાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોર કરસન રબારી હર્ષદ ભરવાડ અને રીતુ શર્મા ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top