
‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલીવુડ માં ડેબ્યુ કરનાર આલિયા ભટ્ટએ ઘણી ઝડપથી સફળતાના શિખરો સર કરી લીધા. પહેલી ફિલ્મ પછી આલીયા ને કપૂર એન્ડ સન્સ , બદ્રીનાથ કી દુલ્હનિયા, હાઇવે, ઉડતા પંજાબ, રાઝી, અને ગંગુબાઈ કાઠીયાવાડી જેવી ઘણી ફિલ્મો મળી અને તે સફળ પણ રહી. આ બધી ફિલ્મ માં આલિયા ની એક્ટિંગ ના ઘણા વખાણ પણ થયા. છતાં ,કેટલાક એવું માને છે કે આલિયા ને તૈયાર થાળી જમવા મળી છે એટલે તેને આટલી જલ્દી સફળતા મળી ગઈ.
હાઇવે, રાઝી, ગંગુબાઈ કાઠીયાવાડી અને જીગરા જેવી ફિલ્મ માં આલિયા એ પોતાની પ્રતિભા બતાવી સાબિત કરી આપ્યુ છે કે તે ભલે સ્ટાર કીડ હોય પરંતુ તેનામાં એટલી પ્રતિભા તો છે જ કે તે પોતાના ખભા પર આખી ફિલ્મ લઇ શકે અને તેને સફળ પણ કરી શકે. છતાં, કેટલાક લોકોનું એવું માનવું છે કે આલિયાને સ્ટાર કીડ હોવાનો ઘણો ફાયદો મળ્યો છે. તેમાય ખાસ કરીને કરણ જોહર તરફથી તેને ઘણો સપોર્ટ મળ્યો છે. આ વાત તો બધા જાણે જ છે કે આલિયા એ પોતાની કારકિર્દીની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી કરી હતી અને ત્યારથી જ કરણ તેને ઇન્ડસ્ટરીમાં ફિલ્મ્સ અપાવવા માટે બને તેટલી મદદ કરતો આવ્યો છે . જેમકે, ડીયર ઝીંદગી ફિલ્મ માં ડીરેક્ટર ગૌરી શિંદેની પહેલી પસંદ કેટરીના કેફ હતી પરંતુ કરણ જોહર ના આગ્રહને કારણે કેટરીના ને બદલે આલિયાને લેવામાં આવી. તેવી જ રીતે ઉડતા પંજાબમાં પણ પરિણીતી ચોપરાને પહેલા ફાઈનલ કરવામાં આવી હતી. તે સમયે પરિણીતી અને આલિયા બંને એ કારકિર્દીની સાથે શરૂઆત કરી હતી અને બંને વચ્ચે એક રીતે સ્પર્ધા ચાલી રહી હતી. ઉડતા પંજાબ માટે પણ આલિયા અને કરણ એ પોતાની લાગવગ લગાવીને પરિણીતી પાસે થી તે ફિલ્મ આચકી લીધી અને તે આલિયા ને મળી ગઈ.ફિલ્મ કલંક માટે પણ તેણે ડીરેક્ટર અભિષેક શર્મા ને સામેથી ફોન કરીને ફિલ્મનો હિસ્સો બનવાની વાત કરી, એક રીતે તેને ઈમોશનલ બ્લેક્મેલ કરીને ફિલ્મ મેળવી લીધી. હાઇવે માં પણ ઈમ્તિયાઝ અલી રણદીપ હુડ્ડા ની સામે સુટ કરે તેવી ૩૦ વર્ષીય એક્ટ્રેસ ને કાસ્ટ કરવા માંગતા હતા પરંતુ કરણ ના આગ્રહને કારણે તેમણે આલિયા ને કાસ્ટ કરી.
પરંતુ, હવે આલિયા માટે પરિસ્થિતિ થોડી વિપરીત થઇ છે. કરણ જોહરનો પ્રભાવ ફિલ્મ ઉદ્યોગમાં એટલો રહ્યો નથી. તેણે પણ છેલ્લા કેટલાક સમયથી નિષ્ફળતા નો સામનો કરવો પડ્યો છે. આના કારણે આલિયાની કારકિર્દી પર પણ વિપરીત અસર થઇ છે. આલિયાની કરણ ના નામની લાગવગ હવે એટલો પ્રભાવ પાડતી નથી . આમ પણ છેલ્લા બે વર્ષથી આલિયાએ કઈ ખાસ ફિલ્મો કરી નથી. આની પાછળનું કારણ આ પણ હોય શકે કે હવે કરણ ની ઇન્ડસ્ટરી પરની પકડ ઓછી થઇ છે અને એટલે આલીયા ને ફિલ્મ મેળવવામાં જે કરણ નો સપોર્ટ મળી જતો હતો તે હવે એટલો મળી શકતો નથી.
આમ, આલિયા ભલે આ વાત નકારતી હોય પરંતુ, વાસ્તવમાં તેને કરણ જોહર તરફથી શરૂઆથી જ ઘણો સપોર્ટ મળ્યો છે . ચોક્કસ આલીયામાં પ્રતીભા તો છે પરંતુ,ફક્ત પ્રતિભાના દમ પર ફિલ્મ ઉદ્યોગમાં સફળ થવું ઘણું મુશ્કેલ છે એમ આના પરથી લાગે છે. એવું નથી કે આલિયા સિવાય બીજી કોઈ એક્ટ્રેસ માં આટલી પ્રતિભા નથી એટલે તેમને સફળતા મળી નથી. પરંતુ, આઉટ સાઈડર હોવાને કારણે કે પછી મોટા પાવર હાઉસની લાગવગ ન હોવાને કારણે તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. મોટાભાગના એક્ટર્સ કે એક્ટ્રેસ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતાની સાથે જ કોઈ મોટા કેમ્પ માં જોડાઈ જાય છે કે પછી કોઈ મોટા સ્ટાર નો સપોર્ટ લે છે. આમ કરવાથી તેમને ફિલ્મ્સ મળવામાં સરળતા રહે છે અને અને તેમાં તેઓ ટકી શકે છે. ઇન્ડસ્ટરી માં સ્ટાર કીડ હોવાનો ફાયદો ફિલ્મ્સ મેળવવા પૂરો નથી રહેતો. ઘણી વાર એવોર્ડ મેળવવામાં પણ તેનો ફાયદો થાય છે. જેમકે, આલિયા ને સતત ત્રણ વર્ષથી બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળતો આવ્યો છે. ૨૦૨૩ માં ગંગુબાઈ કાઠીયાવાડી માટે, ૨૦૨૪ માં રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે અને ૨૦૨૫ માં જીગરા માટે આપવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે , આલિયા સાથે નોમીનેટ થયેલી અન્ય એક્ટ્રેસ કે જેમનું કામ ક્રીટીક્સો એ પણ વખાણ્યું હતું તેમને એમ કહીને એવોર્ડ નહોતો આપ્યો કે તેમની ફિલ્મ બોક્સ ઓફીસ પર ચાલી ન હતી . આ બાબત ધ્યાન માં રાખીએ તો આલિયાની જીગરા પણ બોક્સ ઓફીસ ફ્લોપ રહી હતી તેમ છતાં તેને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળ્યો હતો. આ બતાવે છે કે આલિયા ને ફિલ્મ ઉદ્યોગ માંથી તેની કારકિર્દી બનાવવામાં અને એવોર્ડ મેળવવામાં ઘણો સપોર્ટ મળી રહ્યો છે .
હવે જયારે કરણ જોહરનો પ્રભાવ પણ ઇન્ડસ્ટરીમાં ઓછો થયો છે અને સાથે સાથે આલિયા ની કારકિર્દીની ગાડી પણ ધીમી પડી છે તો જોવાનું રહે કે અન્ય આઉટ સાઈડર્સ ની જેમ કોઈ પણ જાતના સપોર્ટ વગર આલિયા ફક્ત પોતાની પ્રતિભાના જોરે કેવી રીતે ફિલ્મ ઉદ્યોગ માં ટકી રહે છે. •