Top News

ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રહાર : ૪,૦૦૦થી વધુ મોત, ₹૫૪.૮૮ લાખ કરોડનું નુકસાન

ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધસમાન તણાવએ વિશ્વભરમાં વિનાશનો માહોલ સર્જ્યો છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૪,૦૦૦થી વધુ લોકોનાં મોત નોંધાયા છે, જ્યારે વૈશ્વિક અર્થતંત્રને અંદાજે ₹૫૪.૮૮ લાખ કરોડનું મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ યુદ્ધ વધુ સમય સુધી ચાલ્યું હોત, તો વિશ્વને ₹૨૯૦ લાખ કરોડ જેટલું ભયંકર આર્થિક નુકસાન ભોગવવું પડત.

યુદ્ધના કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠામાં ગંભીર ખલેલ પહોંચી છે. જેના કારણે વિશ્વભરમાં ઈંધણના ભાવમાં વધારો નોંધાયો છે અને તેની સીધી અસર પરિવહન, ઉદ્યોગ અને રોજિંદા જીવન પર પડી છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા આંતરરાષ્ટ્રીય વેપાર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે અને શેરબજારમાં પણ અસ્થિરતા વધી છે.

ઈરાન પર થયેલા હુમલાઓમાં માનવ અને આર્થિક બંને પ્રકારનું મોટું નુકસાન થયું છે. અહેવાલ મુજબ, ઈરાનમાં ૯,૩૦૦થી વધુ લોકોનાં મોત થયા છે અને ૨૫,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી છે અને દેશના GDPમાં ૧૦%થી વધુ ઘટાડાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

અમેરિકા માટે પણ આ યુદ્ધ સસ્તું સાબિત થયું નથી. CSISના અહેવાલ મુજબ, અમેરિકા અત્યાર સુધીમાં લગભગ $60.4 બિલિયનનું નુકસાન ભોગવી ચૂક્યું છે, અને લાંબા ગાળે આ આંકડો $70 બિલિયન સુધી પહોંચી શકે છે. વ્યાપક આર્થિક વિક્ષેપને કારણે કુલ નુકસાન ₹૧૦ લાખ કરોડથી વધુ થવાની શક્યતા છે. ઇઝરાયલમાં પણ ભારે જાનહાનિ થઈ છે, જ્યાં ૩૩,૦૦૦થી વધુ લોકોનાં મોત અને હજારો લોકો ઘાયલ થયા છે. સાથે જ લેબનાન સહિતના પડોશી દેશો પણ આ યુદ્ધના પ્રભાવથી અછૂટા રહ્યા નથી. પાણી અને LNG સપ્લાય પર પણ ગંભીર અસર નોંધાઈ છે.

યુદ્ધના કારણે UAE અને સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થામાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે યુક્રેન-રશિયા યુદ્ધ સાથે જોડાયેલા પ્રભાવોએ વૈશ્વિક બજારોને વધુ અસ્થિર બનાવ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિ એ દર્શાવે છે કે આજના સમયમાં કોઈપણ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચે મર્યાદિત નથી રહેતું, પરંતુ તેની અસર આખા વિશ્વ પર વ્યાપક રીતે પડે છે.

Most Popular

To Top