રસ્તા પરના લારી ગલ્લા પર વેચાતા નાસ્તાને છાપાની પસ્તીના કાગળમાં આપવામાં આવે છે. ખમણ, ભજીયા જેવા વ્યંજનો જયારે છાપાના કાગળમાં અપાય છે ત્યારે છાપાના કાગળની શાહી એમાં ભળતી હોય છે. અલબત્ત હવે કેટલાક નાસ્તા વિતરકો છાપાના કાગળમાં પ્લાસ્ટિક પેપર પાથરે છે. પણ ખમણ ભજીયા સાથે અપાતો ચટણી કે સંભારો આ પ્લાસ્ટિકની બહાર ઢળી છાપાના કાગળમાં પલળતો હોય છે અને એમાં છાપાની શાહી ભળી જતી હોય છે. આ શાહી ઝેરી હોય છે અને શરીર માટે હાનિકારક છે. આ ઉપરાંત કાગળના ઉત્પાદનમાં બ્લીચિંગ એજન્ટ્સનો ઉપયોગ થાય છે, તે પણ ઝેરી હોય છે. વળી છાપાની પસ્તીના કાગળ પર બેક્ટેરિયા અને જંતુઓ હોઈ શકે છે, જે ખોરાકમાં દાખલ થઈ શકે છે. આથી, ખમણ અથવા અન્ય ખોરાક છાપાના કાગળમાં ખાવા જોઈએ નહીં. આરોગ્ય માટે હાનિકારક ઝેરને અજાણતા આપણા શરીરમાં પ્રવેશ કરાવીને માંદગીના પગરણ મંડાવીએ છીએ.
સુરત – પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.