Charchapatra

ગાંધીના ગુજરાતમાં શિક્ષકોની આ અવદશા કેમ?

ચાણક્યે કહ્યું છે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ”. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન બ્રહ્મા,વિષ્ણુ સાથે સરખાવવામાં આવ્યું છે જે ગોવિંદને પામવા માટે સક્ષમ છે. પરંતુ આજે વારંવાર શિક્ષકોને શોભજનક સ્થિતિમાં મૂકવામાં આવી રહ્યા છે. કોઈ પણ કામ હોય, પ્રાઇમ મિનિસ્ટર આવવાના હોય કે મુખ્ય પ્રધાન આવવાના હોય કે સરકારી કાર્યક્રમમાં સંખ્યા ભેગી કરવાની હોય, કાર્યક્રમ માટે મુકાયેલ એસટી બસ ભરવાની હોય.

મિનિસ્ટર પદયાત્રા કરવાના હોય, સંખ્યા બતાવવા,ગરીબ મેળો,રોજગાર મેળો અન્ય કોઈ મેળા હોય, વસતી ગણતરી ચૂંટણીનું કામ,પોલિયોનાં ટીપાં પીવડાવવાનાં હોય, કોરોના કાળમાં રેશનિંગની દુકાને બેસવાનું હોય, કોરોનામાં તો સ્મશાનમાં કેટલાં મડદાં આવ્યાં એ પણ જોવામાં આવ્યું. પ્રવેશ ઉત્સવ હોય, કૃષિ મહોત્સવ,કોઈ પણ સહકારી તાયફાને સારી રીતે પાર પાડવા હાથવગું હથિયાર એટલાં શિક્ષકો. સરની કામગીરીમાં તો કેટલાંક શિક્ષકો મૃત્યુ પામ્યાં તો હવે વસતીગણતરીનું કામ આવ્યું.

પરીક્ષા ઉપર જ વસતીગણતરી, પેપર જોવા કે વસતી ગણતરી કરવા જવાનું, વળી શિક્ષણ સમયમાં જ પાછી તાલીમ,મીટીંગો આ બધામાં વિદ્યાર્થીઓને ક્યારે ભણાવવાનાં, સરકારી અધિકારીઓ મન ફાવે તેવા પરિપત્રો કાઢીને શિક્ષકોને પરેશાન કરે છે. આ કેટલા અંશે વ્યાજબી છે? એમ કહેવાય કે ગુજરાતમાં શિક્ષણનું નીચલું સ્તર આ માટે જવાબદાર છે. સરકાર વહેલી તરીકે જાગે અને તરત એક્શન મોડમાં આવે જેથી ગુરુ દ્રોણ, વિશ્વામિત્ર, સાંદીપનિ વશિષ્ઠ જેવા ગુરુજનના વારસદાર શિક્ષકોની અને વિદ્યાર્થીઓની અવદશા અટકાવી શકાય.   
સુરત     – યોગેન્દ્ર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top